पुं.
એક જાતની વાની. ૨ શેર દૂધ, ૫ રૂપિયાભાર ગુલાબજળ, ૧ શેર ચોખા, ૩ માસા લવિંગ, ૦।। શેર ઘી, ૫ રૂપિયાભાર છોલેલાં પસ્તાંની કાતરી, ૦।। શેર સાકર, ૨ ગંજા કસ્તૂરી, ૩ માસા તજ, ૩ માસા એલચી, પ રૂપિયાભાર છોલેલી બદામની કાતરી, ૫ રૂપિયાભાર બેદાણા દ્રાક્ષ, ૫ રૂપિયાભાર ઘી લેવાં. બશેર દૂધ ચૂલા ઉપર મૂકી તે ઊકળવા માંડે એટલે તેમાં અચ્છેર સાકર નાખવી અને તેનો ઊભરો આવે એટલે પાંચ રૂપિયાભાર ગુલાબજળમાં બે ગુંજા કસ્તૂરી ખલ કરી, તે પાણી ઉપરના દૂધમાં નાખવું. પછી એક શેર સાફ ધોયેલા ચોખામાં ત્રણ માસા તજ, તેટલાં જ લવિંગ અને એલચી એ ગરમ મસાલો આખો નાખી, તે ચોખા અચ્છેર ઘીમાં સાંતળવા અને તેને ઉપરના દૂધમાં ઓરી દઈ ચડવા દેવા. પછી આ પુલાવને અંગારા ઉપર મૂકી તેને સીઝવા દેવો. ઉપરના પુલાવને થાળીમાં કાઢી, તેના ઉપર પાંચ રૂપિયાભાર છોલેલી બદામ કાતરી, તેટલાં જ છોલેલાં પસ્તાં અને સાફ ધોયેલી બે દાણા દ્રાક્ષ, એ મેવાને પાંચ રૂપિયાભાર ઘીમાં સાંતળી નાખવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.