पुं.
( જ્યોતિષ ) દૂરબીનની મદદથી જ દેખાય તેવો કેતુ; નરી આંખે ન દેખાય પણ દૂરબીનની મદદથી દેખાય તેવો ધૂમકેતુ. તેઓ નાના હોય છે અને તેઓનાં સ્વરૂપ જુદાં જુદાં હોય છે. કોઈ વાર તેમાં તારા હોતા નથી, તો કોઈ વાર પૂછડાં હોતાં નથી. કોઈ વાર પુચ્છ અને શિખા જુદાં જુદાં ઓળખી શકાતાં નથી. તોપણ સર્વ પ્રકારના ધૂમકેતુની જાતિ એક જ છે. દૂરબીનકેતુ બહુ છેટેથી પ્રથમ દેખાય છે, ત્યારે પહેલી ઘણે ભાગે તેની શિખા દેખાય છે, અને જો તારો દેખાય છે તો તે પાછળથી દેખાય છે, તેથી જે બાજુએ સૂર્ય હોય છે તે બાજુએ શિખા દેખાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.