ધૂપયંત્ર

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

સોના કે ચાંદીનાં પતરાંને ધુમાડી આપવા માટેનું યંત્ર. તે બનાવવા આઠ ઇંચ પહોળું અને આઠ ઇંચ ઊંચું લોઢાનું એક ઠામ લેવું તેના કાંઠાથી બે ઇંચ નીચે જળ રહી શકે તેવી ગોઠવણ કરવી. તેના ઉપર લોઢાની સળીઓ આડી મૂકવી. તે સળીઓ ઉપર સોનાનાં પાતળાં પતરાં મૂકવા. તે ઠામ નીચે ગંધક, હરતાળ, મનઃશિલ એમાંની કોઈની ક્જ્જલીની અથવા નાગભસ્મની ધુમાડી આપવી. તેમ કરતાં તે ઠામને બીજા ઠામથી ઢાંકવું અને સંધિલેપ કરવો. પછી નીચે અગ્નિ દેવો, એટલે સોનાનાં પતરાં કાળાં થઈ ભસ્મરૂપ થઈ જશે. તે પતરાંમાં પારદ એકદમ પેસા જશે અને પારદમાં તે પતરાં એકદમ ગળી જઈ દ્રવિત થઈ જશે. ચાંદીની ક્રિયા માટે ચાંદીનાં પતરાંને બંગભસ્મથી ધુમાડી દેવી. જારણ કરવાના પદાર્થોનું જારણકર્મ કરવા માટે આ યંત્રનો ઉપયોગ થાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects