पुं.
[ સં. ]
જુદાં જુદાં નક્ષત્રોને જુદાં જુદાં અંગો માની ક્લ્પેલ પુરુષ. તે નક્ષત્રવ્રતનું અંગ ગણાય છે. બૃહત્સંહિતામાં લખ્યું છે કે: મૂળ નક્ષત્રને નક્ષત્રપુરુષના પગ, રોહિણી અને અશ્વિનીને જાંધ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢાને ઉરુ, ઉત્તરા ફાલ્ગુની અને પૂર્વા ફાલ્ગનીને ગુહ્ય, કૃત્તિકાને કમર, ઉત્તરા ભાદ્રપદ અને પૂર્વા ભાદ્રપદને પડખાં, રેવતીને કૂખ, અનુરાધાને છાતી, ધનિષ્ઠાને પીઠ, વિશાખાને બાંય, હસ્તને હાથ, પુનર્વસુને અંગુલિ, અશ્લેષાને નખ, જયેષ્ઠાને ગરદન, શ્રવણને કાન, પુષ્યને મુખ, સ્વાતિને દાંત, શતભિષાને હાસ્ય, મધાને નાક, મૃગશિરને આંખ, ચિત્રાને લલાટ. ભરણીને માથું અને આર્દ્રાને વાળ માની નક્ષત્રપુરુષની ક્લ્પના સમજવી. વામનપુરાણમાં જણાવ્યા પ્રમાણે તેનું વ્રત સુંદરતા મેળવવા માટે ચૈત્ર વદિ આઠમના રોજ ચંદ્રમાં મૂલ નક્ષત્રમાં હોય ત્યારે કરવામાં આવે છે. વ્રતને દિવસે વિષ્ણુ અને નક્ષત્રોની પૂજા કરી આખો દિવસ ઉપવાસ કરાય છે. નક્ષત્રપુરુષના પગવાળા નક્ષત્રથી શરૂ કરી દરેક મહિને એક અંગના નક્ષત્રના નામથી પણ વ્રત કરવાનું વિધાન છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.