| 1 |
|
पुं. |
નાથ નામના કોઈ પરમહંસે પ્રવર્તાવેલો ધર્મ. નિરાકાર નિરંજન જ્યોતિસ્વરૂપ પરમેશ્વરને માનવો, હોમહવન વગેરે ક્રિયાઓ કરવી, ભૈરવ, મહાવીર હનુમાન, દેવી, શિવ, અને સૂર્ય એ મુખ્ય દેવ છે, અલેક એક પુરુષ છે, તેણે ખલક રચી છે, રચવામાં પ્રથમ ખપ્પર ઉત્પન્ન કર્યું છે, મૃત્યુ અને કાળ ખપ્પરના શિષ્ય છે, સમાધિ મોક્ષની જગ્યા છે, પોતાની કલ્પના જ માયા છે, અષ્ટાંગ યોગમાં હઠયોગ એ મન અને તનની શુદ્ધિ કરાવે છે, ક્રિયા ન કરનાર પાપી છે, મંત્ર જંત્ર સાચા છે, જીવદયા પાળવામાં પુણ્ય છે, અધર્મીઓને મારવાથી દેવ પ્રસન્ન થાય છે ઇત્યાદિ આ ધર્મના સિદ્ધાંત છે. નાથધર્મમાં આદિનાથ, શંબરનાથ, આનંદનાથ, ચૌરંગીનાથ, મત્સ્યેંદ્રનાથ, ગોરક્ષનાથ, મીનનાથ, વિરૂપાનક્ષનાથ, બિલેશનાથ, મંથનભૈરવનાથ, સિદ્ધબુદ્ધનાથ, કંથડનાથ, નિરંજનનાથ, કપાલનાથ, બિંદુનાથ, કાકચંડીશ્વરનાથ, આલ્લમાનાથ, પ્રભુદેવનાથ, ગૌરોચીનાથ, ડીંડીમીનાથ, ભાલ્લૂકીનાથ, શાંભવનાથ, અદ્વયાનંદનાથ, ગૈતીનાથ, કાનેરીનાથ, પૂજ્યપાદનાથ, નિત્યાનંદનાથ, નાગબોદનાથ, ચંડકપાલિકનાથ, જાલંદરનાથ વગેરે નાથો સિદ્ધ પુરુષો થઈ ગયા છે.
|