न.
[ સં. ]
( વૈદ્યક ) આયુર્વેદમાં જણાવેલું એક તેલ. તે બનાવવા આસંધ, વેણીવેલ, ભોરિંગડી, ઊભા ગોખરુ, લીંબડો, ખરશિંગનું મૂળ, અરણી સમભાગે લઈ ઉકાળવાં. તેમાં વીશગણુંતેલ, પાંચગણી દૂધની મલાઈ અને કાથો, એલચી, જટામાંસી, વજ, મોરવેલ, રક્તચંદન, સિંધવ, આસન, રાસ્ના, વરિયાળી, દેવદાર, સાલવણ, પીતવણ અને તગર સમભાગે લઈ એક કલાક સુધી ઉકાળવાથી આ તેલ બને છે. શતાવરી, અશ્વગંધા, બિલ્વમૂળ, પટલ, ગોખરુ, દેવદારુ, જટામાંસી, તગર, ચંદન બલ અને કુષ્ટ વડે પણ આ તેલ બને છે. તે અર્ધાંગ કટિવાત, નપુંસકતા, તાવ, ફુસ્ફુસનો ક્ષય, માથાનો દુખાવો, ગર્ભાશયનાં દરદ, કમળો, પાડુંરોગ, દુર્બલતા, સંધિવા, બરોલ, જ્ઞાનતંતુની નબળાઈ વગેરેમાં શરીરે ચોળવા માટે વપરાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.