पुं.
[ સં. નિત્ય ( રોજનું ) + ધર્મ ( ગુણ ) ]
( ન્યાય ) જે ધર્મ આકસ્મિક હોવા છતાં પદના સ્વભાવધર્મો સાથે નિત્ય જોડાયેલો જણાય તેવો ગુણ. આકસ્મિક ધર્મોના નિત્ય અને અનિત્ય એવા બે ભાગો છે. જે ધર્મ આકસ્મિક હોવા છતાં પદના સ્વભાવધર્મો સાથે નિત્ય જોડાયેલો માલૂમ પડે તે નિત્ય અને કોઈક જ વાર જોડાયેલો માલૂમ પડે તે અનિત્ય. કાગડામાં કાળાશ એ નિત્ય આકસ્મિક ધર્મ છે, કારણ કે કાગડાના સ્વાભાવિક ધર્મો સાથે તે હમેશાં જોડાયેલો રહે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.