पुं.
અમુક ધ્યેય માટે મુકાતા અંકુશવાળો વેપાર. દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવાના ઇરાદાથી, દેશોમાંથી જતા આવતા માલ ઉપર જકાત નાખીને, અથવા બીજી રીતે હરીફાઈથી થતા વેપારને નિયંત્રિત કરવામાં આવે તેને નિયંત્રિત વેપાર કે સંરક્ષિત વેપાર કહેવાય છે. તેમ કરવાની અર્થનીતિને સંરક્ષણ કહે છે. આથી વિરુદ્ધ દેશદેશ વચ્ચે હરીફાઈના ધોરણ અનુસાર અબાધિત વેપાર ચાલે તેને અબાધિત વેપાર કે ખુલ્લો વેપાર કહેવાય. સંરક્ષણ અમુક નક્કી કરેલા ધોરણે, અમુક સંજોગોમાં જ આપવામાં આવે તેને મર્યાદિત સંરક્ષણ કહે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ