न.
[ સં. નિષ્કામ ( ફળની ઇચ્છા વિનાનું ) + કર્મન્ ( કામ ) ]
ફળની ઇચ્છા વગર કરેલું કામ. યજ્ઞાદિક મહાન કર્મો નિષ્કામપણે કરવાં. સાંખ્ય તથા ગીતા વગેરેના મત પ્રમાણે આવું કામ કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે અને મુક્તિ મળે છે. નિષ્કામ કર્મ એ જ ખરાં કર્મો હોઈ તે કર્મો કરનારાઓનાં ક્રિયમાણ કર્મો ઉત્પન્ન થતાં જ નથી, તેમ જ સંચિત કર્મોના પણ નિષ્કામ કર્મોથી નાશ થઈ જાય છે, તથા પ્રારબ્ધ કર્મથી આવેલું શરીર તો તે કર્મફળ ભોગ્વયા બાદ સ્વસ્વરૂપમાં તે વિલીન થઈ જાય છે, અર્થાત્ સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ એ કર્મફળોનો સંચય તો સકામ કર્મો કરનારા અજ્ઞાનીઓને માટે જ છે, એમ જાણવું. દરેક મનુષ્યે નિષ્કામ કર્મો દ્વારા ધર્માચરણ કરીને ચિત્તશુદ્ધિ કરી લઈ વિવેકાદિ સદ્ગુણો દ્વારા પોતાના સાચા સ્વસ્વરૂપમાં વિલય થઈ જવું, અર્થાત્ જન્મ મરણાદિથી અગર માયા મોહજાળમાંથી મુક્ત થઈ જવું એટલે મોક્ષપ્રાપ્તિ કરી લેવી. કર્તા જે કર્મના ફળની ઇચ્છા રાખે છે તે કામ્ય કર્મ કહેવાય છે અને જે કર્મના ફળની ઇચ્છા નથી રાખવામાં આવતી તે અકામ્ય અથવા નિષ્કામ કર્મ કહેવાય છે. જેઓ નિષ્કામ કર્મ કરે છે તેઓ અર્ચિ વગેરે માર્ગથી બ્રહ્માના લોકમાં જાય છે અને ફરીને આ લોકમાં જન્મ લેવા આવતા નથી. નિષ્કામ કર્મો કરી જ્ઞાન પ્રાપ્ત કરી સ્વસ્વરૂપનો સ્વાનુભાવ લીધા પછી એટલે આત્મસાક્ષાત્કાર થયા બાદ તે મહાત્મા સ્વરૂપના વહેવારમાં દેખાતા શરીરથી થતાં કર્મો પુનર્જન્મને કારણ થતાં નથી. જેમકે, શેકેલા બીમાં અંકુર ઉત્પન્ન કરવાનું સામર્થ્ય હોતું નથી, પરંતુ શેકેલું બી ફક્ત ખાવાના જ ઉપયોગમાં આવે છે તથા નાટકમાંના રાજાને ખરી સત્તા હોતી નથી એમ તેમનામાં પૂર્ણ રીતે સમજે છે. તે આ સ્વાંગ ફક્ત ઉપર ઉપરથી જ ભજવી રાજાના સ્વરૂપનો ખયાલ જોનારા પ્રેક્ષકોમાં બતાવી તેમનું મન રંજન કરે છે. તે પ્રમાણે કૃતકૃત્ય અને જ્ઞાતજ્ઞેય થયેલા આ મહાત્માનું શરીર ફક્ત લોકકલ્યાણનું કાર્ય કરતું રહે છે ને તે શરીર નિયતિના નિયમાનુસાર નષ્ટ થતાં સુધી આ પ્રમાણે લોકોના જોવામાં આવે એટલું જ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.