| 1 |
|
અo ક્રિo |
(અંદરથી કે આરપાર થઈને) બહાર આવવું કે જવું (જેમ કે, ઓરડીમાંથી, છીંડામાંથી નીકળવું; નાકામાંથી દોરો નીકળવો) (2) જવું; પસાર થવું (જેમ કે, આ રસ્તે નીકળજો.) (3) વીતવું; ગુજરવું (જેમ કે, કલાક નીકળી ગયો) (4) પ્રગટવું; બહાર પડવું; ઝરવું; ઊગમ થવો (જેમ કે, નદી, નહેર, ઝરણું, ઝરો) (5) છૂપું કે દૃષ્ટિ બહાર હોય તેણે દેખા દેવી; દેખાવું; ઉદય થવું (જેમ કે, ચંદ્ર, સૂર્ય, ચાંદની, તાપ; અથવા છૂપું છાનું કાંઈ પણ જડવું કે હાથ લાગવું; જેમ કે, ચોરીનો માલ) (6) અંદરથી પેદા થવું, બનીને બહાર આવવું (જેમ કે, તેલ ઘી નીકળવું; ગૂમડું બળિયા નીકળવાં) (7) છૂટવું; મુક્તિ થવી (જેમ કે, કેદમાંથી; કામમાંથી; દેવામાંથી; મુશ્કેલીમાંથી; ધંધામાંથી રોકાણ નીકળવું) (8) દૂર થવું; હઠવું (જેમ કે, ડાઘો, રંગ) (9) નીવડવું; પાકવું; કસોટીમાં નણાવું (જેમ કે, છોકરો ખરાબ નીકળ્યો; રૂપિયો ખોટો નીકળ્યો) (10) રચાઈને પ્રસિદ્ધ થવું; બહાર પડવું (જેમ કે, કાયદો, છાપું, ચોપડી) (11) શરૂ થવું; ચાલવું; ઊપડવું (જેમ કે, વાત, ચર્ચા નીકળવી; અથવા રેલવે, સડક, ગાડી નીકળવી) (12) તપાસતાં કે હિસાબ કરતાં જે (લેણદેણ) હોય તે જણાવું (જેમ કે, માંગતું નીકળવું; દેવાળું નીકળવું; હિસાબે જે નીકળે તે ખરું; ભૂલ નીકળવી; દોષ નીકળવો) (13) બીજી ક્રિયાના કૃદંત સાથે આવતાં, તે કરવાનું આરંભવું, તેને માટે બહાર પડવું, ઊપડવું એવો ભાવ બતાવે છે; જેમ કે, જવા નીકળવું (14) આવવું, જવું, પડવું ક્રિoની સહાયમાં નીકળી કૃo તરીકે આવતાં નીકળવાનું ઝટ ને બરોબર થવાનો ભાવ બતાવે છે.
|