નૂતન ગિલ્લીદંડો

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

એ નામની એક દેશી રમત. તેને માટે ક્રિકેટ કરતાં પણ મોટું મેદાન જોઈએ. આ રમતમાં એક એક જણ રમવા માટે ઊતરે છે. ક્રિકેટમાં દડો બેટ તરફ આવે છે, ત્યારે આમાં દંડાધર તેના તરફ ગિલ્લી આવે ત્યારે તો ફટકો મારે છે જ, પરંતુ તે પોતે પણ અગાઉથી ગિલ્લીને ગેલો મારે છે અને પ્રતિપક્ષ તરફ મોકલે છે. એટલે આમાં બેવડા ફટકા મારવાની તક છે. આમાં પોતાનું કર્તવ્ય અને ભાગ્ય એ દંડાધરના હાથમાં છે. ક્રિકેટમાં છેલ્લા ખેલાડીને પૂરેપૂરૂં રમવાનું મળતું નથી, આમાં સૌને મળે છે. ગિલ્લી આધે, પાછે તથા ઊંચે ફેંકવાના અભ્યાસથી નજરને સાચી કેળવણી મળે છે, તેમ જ દંડાધરને ફટકો મારવા બહુ જ બારીક ધ્યાન રાખવાનું હોવાથી નજર તેમજ શરીરને ચાલાક સ્થિતિમાં રાખવાની ટેવ પડે છે. આ રમતમાં દંડો ભરાઉ લાકડાનો બે સવાબે ફૂટનો લાંબો જોઈએ. ગિલ્લી અઢી ઇંચ જાડી અને કાંઈક અંડાકૃતિ જેવી જોઈએ. દંડાધર અને તેની બાજુના રમનારા તે રમનારા કહેવાય અને તેની વિરુદ્ધના ક્ષેત્રરક્ષકો તે ઝીલનારા કહેવાય. રમનારે બદીના વર્તુલમાં જ રહેવું જોઈએ. તેના પગની આંગળી પણ તે મર્યાદાની બહાર પડે તો તે હદ બહાર થયો ગણાય. રમતની શરૂઆત રામટોલ્લો એટલે કે મૂઠી ઉપરનો ટોલ્લો મારીને કરાય છે. પછીના રાવણટોલ્લા એટલે સાદા ટોલ્લા મારવા. આમાં વકટ, લેન વગેરે નથી. તેમજ આંખ કે હાથ ઉપર ગિલ્લી રાખી ટોલ્લો મારવાનો હોતો નથી. આ પદ્ધતિમાં તો રમનાર ચૂકે તો તે ચૂક્યો ગણાય.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects