पुं.
(વૈદ્યક) એ નામનો એક પાક. તેની બનાવટ નીચે પ્રમાણે છે : જીરૂં, શાહજીરૂં, વરિયાળી, અજમો, બોડી અજમોદ, સુવા, ધાણા, મેથી સૂંઠ, પીપર, પીપરીમૂળના ગંઠોડા, ચિત્રક, હપુષ, વિદારી કંદનું ચૂર્ણ, ઉપલેટ અને કપીલો દરેક ચચ્ચાર તોલા, ગોળ ૪૦૦ તોલા, દૂધ ૧૨૮ તોલા અને ઘી ૧૬ તોલા એ બધાંને ભેગાં ઉકાળી પાક કરવામાં આવે છે. બીજી રીતે જીરૂં, કલૌંજી, શતપુષ્પા અજવાયન, અજમોદ, ધાણા, મેથી, સૂંઠ, પીપર, પીપરીમૂળ, ચિત્રક, હાઉબેર, બદરીનું ચૂર્ણ, કૂઠ, કબીલો દરેક ચાર તોલા, ગોળ પાંચ શેર, દૂધ બશેર, ગાયનું ઘી પા શેર એ સર્વને એકઠું કરીને પાક બનાવવામાં આવે છે. આ પાક પ્રસૂતરોગનો જ્વર, યોનિરોગ, ક્ષય, ખાંસી, શ્વાસ, પાંડુ, કૃશતા અને વાયુના બધા રોગ મટાડનાર મનાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.