न.
( શિલ્પ ) એક જાતનું મકાન. તેમાં વચ્ચે એક કે વધારે ખંડ અને ચાર ખૂણે અથવા બાજુમાં એક ખંડ હોય છે. ગૃહવિધાનમાં જણાવ્યું છે કે: વચમાં એક યા વધારે ખંડ અને ચાર ખૂણે અગર બાજુમાં એક એક ખંડ, તેવી જાતનું તળ પંચરત્નમાં આવે. આ જાતની ગોઠવણ હાલ બહુ જ પ્રચારમાં છે. આ ગોઠવણીની એક તરી આવે એવી ખામી એ છે કે તે વચલા ભાગનાં હવાપ્રકાશ ઘણી ઊણપવાળાં રહે છે. ઘણે ભાગે આ ગોઠવણમાં વચલો ખંડ અંધારો અને હવા વિનાનો રહે છે અને અધૂરામાં પૂરૂં આ ખંડ જ આખા મકાનનો મહત્ત્વનો ભાગ હોય છે. અલબત્ત, ઉનાળાના બહુ ગરમીના દિવસોમાં તે ખંડ ઠંડો રહે છે, પરંતુ તેની ઠંડકની કીમત હવાપ્રકાશના અભાવને લીધે ઘણી ઘટી જાય છે. સાથે સાથે એ પણ કહેવું જોઈએ કે, મૂળમાં પંચરત્નની ગોઠવણ રાખીને પણ વચલાં ખંડના કેટલાંક દોષો નિવારી શકાય. સાધારણ રીતે આ ગોઠવણીમાં ચાર ખૂણે ખંડ હોય છે. બહુ તો આવજાવની સગવડ માટે જરા દૂર ધકેલાય અગર તો પરબારા વચલા ખંડમાંથી પ્રવેશ આપવા માટે પાસે લઈ શકાય, છતાં ગોઠવણીના મૂળમાં તે પંચરત્ન રહે છે. આવા ખંડો ઘણે ભાગે એક જ હોય છે. પરંતુ તેના વિભાગ કરી બે કે ત્રણ કરવામાં આવે છે. છતાં ખોખા તરીકે તો એક જ રહે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.