न.
[ સં. પક્ષિન્ ( પંખી ) + તીર્થ ]
દક્ષિણ હિંદનું એ નામનું એક યાત્રાનું સ્થળ. આ સ્થળ ચંગલપટ સ્ટેશનથી પાંચ ગાઉ દૂર આવેલ છે. ત્યાં સમળી જેવડાં બે ધોળાં પંખી રોજ લગભગ બપોરને વખતે આવે છે અને ભોજન લઈને પચી ઊડી જાય છે. આર્યાવર્ત યાત્રામાં ઉલ્લેખ છે કેઃ આ પક્ષીઓ વિષે દંતકથા છે કે, કશ્યપ મુનિના આઠ પુત્રો શંકરના શાપે પક્ષીરૂપે થઈ ગયા. તેઓએ શાપનું નિવારણ યાચતાં શંકરે કહ્યું કે, તમે હમેશા કાશીમા સ્નાન કરી રામેશ્વરમાં દર્શન કરજો, પછી પક્ષીતીર્થમાં જઈ જમજો અને ચિત્રકૂટમાં શયન કરજો. આમ કરતાં દરેક યુગમાં બબ્બે પક્ષીનો મોક્ષ થશે. તે રીતે ત્રણ યુગમાં છ પક્ષીઓનો મોક્ષ થતાં આ યુગમાં બે પક્ષીઓ બાકી રહ્યાં છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.