पुं.
ફુસ્ફુસધરા કલાનું બહારનું પડ. તે બંને બાજુ ઉપર છાતીના માળખાની અંદરની બાજુને, આગળ ઉરઃફલકની પાછલી બાજુને અને પાછળ પૃષ્ઠવંશની આગલી બાજુને લાગેલું છે. આ પડ ઉપર ડોકના મૂળ ભાગમાં, ફુસ્ફુશીર્ષણ નામની ગંભીર પ્રાવરણીના નીચલા તળિયાને અને નીચે પેટ તથા છાતીની વચ્ચે રહેલી મહાપ્રાચીરા પેશનીના ઉપલા તળિયાને લાગેલું છે. આ પડનો ઉપલો ભાગ ડોકના મૂળ ભાગમાં, ફેફસાંની ટોચ ઉપર થઈને શરીરની મધ્યરેખા તરફ વળતાં, શ્વાસનલિકાની બાજુ પાસે થઈને નીચે ઊતરી, ફુસ્ફુસવૃંત્ત અથવા ફેફસાંના મૂળ સુધી આવે છે. એવી જ રીતે એ પડનો નીચલો ભાગ મહાપ્રાચીરાના ઉપલા તળિયા ઉપરથી મધ્યરેખા તરફ ઊંચે જતાં હૃદયના કોષની પાસે થઈને પસાર થાય છે અને ફેફસાંના મૂળ સુધી ઊંચે જાય છે. ફેફસમાંના મૂળની આસપાસ, આ પ્રમાણે તેના બંને ભાગો વીંટળાય છે અને ત્યાં રહેલા પર્યાશય ભાગ તથા અંદરના પડ જોડે મળી જાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.