न.
જયપુરમાં ભારતીય જ્યોતિષ યંત્રાલયમાં આવેલું એ નામનું એક યંત્ર. તે મોટા સમ્રાટયંત્રની નીચેના ભાગમાં પશ્ર્ચિમ તરફ આવેલું છે. જે કોઠીની ઉપર આ યંત્ર ગોઠવેલું છે, તેની અંદર સહેજ જોતાં માલુમ પડી આવે છે કે, પૂર્વ તથા પશ્ર્ચિમ બંને ખૂણા ઉપર અકેક ગોળાકાર ભાગ કાઢ્યો છે. આ બંને ગોળાકાર ભાગમાં કાળા રંગના અંશ બનાવ્યા છે. તેની અંદર છિદ્ર પાડેલાં છે. બરોબર મધ્યાહ્ન સમયે સૂર્યનો પ્રકાશ આ છિદ્રો દ્વારા ક્રમપૂર્વક તેની અંદર પડે છે. જે વખતે આ છિદ્રોમાંથી પસાર થતો સૂર્યનો પ્રકાશ તેના વૃત્તખંડોની મધ્યમાં પડે તે સમયને બરોબર મધ્યાહ્નનો સમય કહેવામાં આવે છે. મધ્યાહ્નનો વખત આ યંત્રથી બહુ જ સ્પષ્ટ રીતે જાણી શકાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.