वि.
પક્ષીની એક જાતનું. આ વર્ગમાં બગલાં આવે છે. તેના વળી બે વિભાગ છેઃ ઝાડ ઉપર બેસી શકે તે અને ઝાડ ઉપર ન બેસી શકે પણ જમીન ઉપર જ રહે તે. પહેલા વિભાગનાં પક્ષીઓના પગનાં પાછળનાં આંગળાનો સંપૂર્ણ વિકાસ થયો હોય છે, એટલે તેઓ ઝાડની ડાળી પકડીને બેસી શકે છે. બીજા વર્ગનાં પક્ષીઓમાં તે આંગળાનો વિકાસ થયો નથી હોતો અને તેઓ ઝાડની ડાળી પકડી શકતાં નથી. તેઓ જિંદગી જમીન ઉપર જ કાઢે છે. આ બીજા વિભાગમાં ત્રણ જાતનાં બગલાં આપણે ત્યાં છેઃ સારસ, કુલંગ અને કુંજ. આ ત્રણે પક્ષીઓમાં કેટલીક શારીરિક સામ્યતા છે. તેઓની ચાંચ લાંબી પણ બક કુટુંબનાં બીજાં પક્ષીઓ કરતાં ટૂંકી હોય છે. ચાંચની ઊંડી ખાંચમાં નસકોરાં આવેલાં હોય છે. પગ લાંબા અને ભીંગડાંવાળા, પાંખો લાંબી, પૂંછડી ટૂંકી અને એકસરખાં માપનાં પીછાંવાળી હોય છે. તેઓ ઊડતી વખતે ડોક આગળ અને પગ પાછળ લંબાવી ઊડે છે. ઊડવાની શરૂઆત કરવા તેઓ થોડુંક દોડે છે અને જમીન છોડીને હવામાં જવા માટે પાંખો જોરથી વીંઝે છે. તેમની પાંખોના છેડાનાં પીછાં લાંબાં, સુંવાળાં અને ઝૂલતાં હોય છે. તેઓ બહુધા વનસ્પતિભક્ષી છે, પણ જીવડાં ખાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.