स्त्री.
[ સં. ]
ડોકના ભાગમાં રહેલી એ નામની એક પેશી. બરડાના ઉપલા અર્ધા ભાગને ઢાંકનારી આ પેશી પહોળી, મોટી, ભરાવદાર અને ત્રિકોણાકાર છે. બંને બાજુ આ ત્રિકોણાકાર પેશીઓ મધ્યરેખામાં પરસ્પર મળી જઈ, ખભા તથા ડોકનો પાછલો ભાગ તેમ જ પીઠના ઉપલા ભાગનું એક ચોખંડું ઢાંકણું રચે છે. આ પેશી પશ્ચિમકપાલની ઉત્તરતોરણિકા ઉપરથી, ગ્રીવાધર નામના સ્નાયુરજ્જુ ઉપરથી, સાતમી ગ્રીવાકશેરુકાના તથા સઘળી પૃષ્ઠશેરુકાઓના પૃષ્ટકંટકો ઉપરથી ઉત્પન્ન થઈ, આસપાસ ફેલાઈ, અક્ષકાસ્થિના બહારના અર્ધ ભાગની પાછલી ધારામાં તથા અંસફલકના પ્રાચીરકની પાછલી ધારામાં તેમ જ અંસકૂટની અંદરની ધારમાં લાગેલી છે. એક બાજુની આ પેશી અંસફલક તથા માથાને પૃષ્ઠવંશ તરફ ખેંચે છે, જ્યારે બંને બાજુની પેશીઓ એકઠી થઈ, બંને ખભાઓ તથા માથાને પાછલી બાજુ તરફ ખેંચે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.