પોરબંદર

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

સૌરાષ્ટ્રમાં આવેલું એન નામનું એક પ્રાચીન શહેર; સુદામાપુરી. ત્યાંનું ઘી તથા પથ્થર વખણાય છે. યરપીય પરદેશી વેપારીઓ અરબી સમુદ્રને રસ્તે જ્યારે પહેલાં પસાર થયેલા હશે,ત્યારે અહીં દરિયામાંથી જમીન ઉપર જવા માટે કોઈ સ્થળ લાયક હશે અને તેમની ભાષા પ્રમાણે તેઓએ પોર્ટ કહેલું હશે. ત્યારે પાછળથી પોર્ટ શબ્દનો ગુજરાતી અર્થ બંદર થાય તે પોર્ટની સાથે જોડી પોર્ટબંદર બોલાતું હોય. કાળાંતરે તેમાંથી હાલનું પોરબંદર નામ બન્યું લાગે છે. જેઠવા રજપૂત રાજાની સત્તા આ સ્થળે ઈ.સ. ૭૦૦થી શરૂ થઈ, તે વખતે આ સ્થળનું નામ જુદું હશે. આર્યવર્ત યાત્રામાં ઉલ્લેખ છે કે: પોરબંદરમાં શ્રીકૃષ્ણના સહાધ્યાયી અને બાલમિત્ર સુદામાજીનું સુંદર મંદિર છે. આ શહેર સુદામાજીનું જન્મસ્થાન હોવાથી તેને સુદામાપુરી પણ કહે છે. અરબી સમુદ્રને આરે આવેલું આ પુરાણું શહેર બંદર પણ છે. આ શહેર જગવિખ્યાત મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન પણ છે અને ત્યાં તેમના સ્મારકનું ભવ્ય કીર્તિમંદિર બનાવવામાં આવ્યું છે. શહેરથી ઈશાન તરફ પંદરેક માઈલ દૂર બિલેશ્વરની પ્રસિદ્ધ અને પુરાણી જગ્યા છે. આ શહેરમાં એક આર્ય કન્યાવિદ્યાલય છે તેમ જ સોલ્ટ વર્ક્સ તથા સિમેંટનાં કારખાનાં છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

સોમવાર

20

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects