स्त्री.
ઉત્તર ગુજરાતમાં રમાતી એ નામની એક દેશી રમત. તેને પોળ પણ કહે છે. તેમાં ગમે તેટલા રમનારા રમી શકે છે. બે મોટા રમનારા સામસામા એકબીજાને ખભે કમાનની માફક હાથ અડાડી દરવાજા જેવું કરીને ઊભા રહે. બાકીના રમનારાઓ એકની પાછળ એક એમ બે ખભા ઉપર હાથ મૂકી હારબંધ ઊભા રહે. પછી તે હાર પેલા દરવાજા પાસે આવે અને તેમાં સૌથી આગળ હોય તે પોળિયા રાજાને કહે, પોળિયા રાજા, પોળ ઉઘાડો, એટલે તે પૈકી એક કહે, દાણિયા રાજા, દાણ ચુકાવો. ત્યારે હારમાંનો પહેલો ખેલાડી બોલે, આગલો ઘોડો અમારો અને પાછલો ઘોડો તમારો એમ કહી આખી હાર દરવજામાંથી પસાર થાય. છેવટના રમનારાને તે અટકાવી પૂછે, ખાંડ ખાશો કે સાકર. પોળિયા રાજાએ પોતાનાં નામ ખાંડ કે સાકર ઠરાવી રાખ્યાં હોય છે. તે પ્રમાણે એ ખેલાડી જે નામ બોલે તેને અનુસરીને તેને પગે તેને વળગાડે. પછી પેલી હાર ફરીને આવે અને તેમાંથી પણ એક રમનારને પકડીને ઉપર પ્રમાણે જ પૂછે અને તેના જવાબ પ્રમાણે તેને પણ પગે વળગાડે. એ પ્રમાણે કરતાં છેવટે એક રમનાર રહે, તે ડોશી થાય. ડોશીની પેઠે ચાલતો આવે. તેને બધા વળગેલા છોકરાઓ ઊચકીને દૂર મૂકી આવે. પછી પોળિયા રાજામાંથી એક આંબો અને બીજો મહૂડો બને. જેના તેને વળગેલા છોકરા તે આંબા અને મહૂડાની પાછળ, કેરી ખાઉં મહૂડું ખાઉં, એમ બોલતા જેની તેની પાછળ દોડે. તેઓ પકડાય એટલે રમત પૂરી થાય.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.