પ્રાણકામીય રસાયનઘૃત

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

( વૈદક ) એક જાતનું ઔષધ. ઘણા કાળ સુધી પોતાના પ્રાણ ટકાવી રાખવા ઇચ્છનારા બીજા અમૃત સરખું, દેવતાઓને હિત કરનારૂં, મનથી કલ્પી ન શકાય તેવા અદ્દભુત પ્રભાવવાળું, આયુષ્યને વધારનારૂં, આરોગ્ય આપનારૂં, જુવાનીને ટકાવી રાખનારૂં, નિંદ્રા, તંદ્રા, શ્રમ, બેચેની, આળસ, દુર્બળતાને મટાડનારૂં, વાયુ, પિત્ત, કફને સરખા કરનારૂં, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનારૂં, પ્રભા, વર્ણ, સ્વરને ઉત્તમ બનાવનારૂં આ રસાયનઘૃતનું સેવન કરે છે. આના સેવનથી ચ્યવન વગેરે મહર્ષિઓ ફરીને યુવાન તેમ જ સ્ત્રીઓને પ્રિય થયા હતા. સારી જમીનમાં અને તેની મોસમમાં ઉત્પન્ન થયેલાં સુગંધ, રંગ અને રસ જેમાં સારી રીતે રહેલાં હોય તેવાં, રસ અને વીર્ય જેમાં પૂરાં ભરેલાં હોય તેવાં તાજાં આમળાં લઈ તેના રસમાં સાટોડીનાં પંચાંગને વાટી એ કલ્કના પિંડાથી ૧૦૦ કે ૧૦૦૦ વખત, પછી વિદારીકંદના સ્વરસથી ખરખોડીનો કલ્ક કરી તેનાથી ૧૦૦ કે ૧૦૦૦ વખત, પછી શતાવરીને બલા, અતિબલાના કવાથમાં વાટી તેમાં ચારગણું દૂધ નાખી, તેનાથી ૧૦૦ કે ૧૦૦૦ વખત ૨૬૪ તોલા ગાયના ઘીને પકાવી તૈયાર કરવું. પછી તે ઘીમાં ઘીથી ચારગણાં મધ અને સાકર ભેળવી સોનાના, ચાંદીના કે રીઢા માટીના ઠામમાં ભરી પવિત્ર સ્થળે સાચવી રાખવું. પછી વિધિ પ્રમાણે પાચન થઈ શકે તેટલા પ્રમાણમાં હમેશા સવારે એ મિશ્રણ ખાવું. એ મિશ્રણ પચી જઈ ભૂખ લાગે ત્યારે દૂધ, ઘી અને ભાતનું ભોજન કરવું. ત્રણ વર્ષ આનું સેવન કરવાથી સો વર્ષ સુધી જીવી શકાય અને છેલ્લી ઘડી સુધી જુવાની ટકી રહે, વૃદ્ધાવસ્થા આવતી નથી, એકવાર સાંભળેલું યાદ રહી જાય, બધા રોગ મટી જાય, દરેક પ્રકારની શક્તિ કે પ્રભાવ આવે, સંતાન ઉત્પન્ન કરી શકાય તેવું શરીર બળવાન થાય એમ મનાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

GL Projects