पुं.
[ સં. ]
શરીરમાં સ્વપ્નાવસ્થામાં જાગતો રહેતો પ્રાણરૂપી અગ્નિ. સ્વપ્નાવસ્થામાં પ્રાણરૂપી અગ્નિ જ ફક્ત આ શરીરમાં જાગે છે. અગ્નિહોત્રની કલ્પનાનો આશ્રય લઈ પ્રશ્નોપનિષદમાં ભગવાન પિપ્પલાદ સમજાવે છે કે, જ્યારે ઇંદ્રિયો નિદ્રાગ્રસ્ત થાય છે, ત્યારે પાંચ પ્રાણો જ જાગતા રહે છે. એ પ્રાણ અગ્નિરૂપ છે. અર્થાત્ જેમ અગ્નિમાં દાહક અને ઉજ્જવાલક શક્તિ છે, તેમ પ્રાણમાં પાપદાહક અને જીવન ઉજ્જવાલક શક્તિ છે. આથી પ્રાણને અગ્નિ કલ્પવામાં આવેલ છે. આ શરીરરૂપી પુરમાં પ્રાણગ્નિરૂપી રક્ષકો જાગતા રહે છે અને તેથી જ ઊંઘતો માણસ મરી જતો નથી. વિદ્વાન પુરુષની પ્રત્યેક ક્રિયા એ યજ્ઞમય છે, તેથી જે માણસ આત્માનો વિદ્વાન છે તેની તો ઊંઘવાની ક્રિયા પણ અગ્નિહોત્રમય અર્થાત્ યજ્ઞમય જ બની જાય છે. અગ્નિહોત્રમાં ત્રણ અગ્નિઓ હોય છે. નેમ અપાન એ ગાર્હપત્ય અગ્નિ છે, વ્યાન દક્ષિણાગ્નિ છે અને પ્રાણ આહવનીય અગ્નિ છે. જેમ સ્થૂળ અગ્નિહોત્રમાં આહવનીય યજ્ઞમાં આહુતિઓ સમપિત થાય છે, તેમ આહવનીય સ્નાથીય પ્રાણરૂપી અગ્નિમાં ઉચ્છ્વાસ ને નિ:શ્વાસરૂપ આહુતિઓ પ્રતિપળે અર્પિત થાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.