ફરીગતકા

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

[ હિં. ફરી ( ઢાલ ) + ગતકા ( લાકડી ) ]

અર્થ :

પટ્ટાલાકડીની રમત; એક હાથમાં ઢાલ અને બીજા હાથમાં લાકડી ઝાલી બે જણની સામસામી રમત. તેની અંદર બે માણસો સામસામા ઊભા રહી લડે છે. તેઓના એક હાથમાં ચામડાની બનેલી ઢાલ અને બીજા હાથમાં ગતકા એટલે કે ચામડાથી મઢેલી લાકડી હોય છે. તરવારબાજી શીખતા પહેલાં આનો મહાવરો ઘણો જ અગત્યનો છે. તેનાથી આત્મવિશ્વાસ ચપળતા, બુદ્ધિ વગેરે ખીલે છે. લાઠીના ઘણાખરા દાવ આમાં આવતા હોવાથી લાઠી ફેરવવાનો પૂર્વમહાવરો તે માટે ઘણો જરૂરનો છે. આ રમતમાં ખાસ કરીને નીચેની વસ્તુની જરૂર પડે છેઃ ફરી-તે એક ચામડીની બનાવેલી પાછળ હાથથી પકડી શકાય તેવા ગાળિયાવાળી ૭થી૧૦ ઇંચ વ્યાસની ચામડીની મઢેલી ઢાલ હોય છે. ગતકા-તે એક ત્રણ ફૂટ લાંબી અને એક ઇંચ જાડી ચામડાની મઢેલી લાકડી હોય છે. તેની મૂઠ તરવારના જેવી જ સરળતાવાળી મૂઠ હોય છે. ત્યાં પણ ગાળો રાખવામાં આવે છે કે જેથી હાથ તેમાં સહેલાઈથી ફરી શકે. મેદાન-આને માટેનું મેદાન તદૃન સ્વચ્છ અને અડચણ વગરનું હોય છે. ૨૦ ફૂટ ત્રિજ્યાની દોરેલું એક વર્તુળ તેની બહારની હદ કહેવાય છે, જ્યારે તે જ મધ્યબિંદુ લઈ દોરેલું પપ ફૂટની ત્રિજ્યાવાળું વર્તુળ અંદરની હદ કહેવાય છે. ખરૂં જોતાં અંદરનું વર્તુળ એ જ ખરૂં મેદાન છે. આ રમતના મુખ્ય હુકમઃ (૧) ગતકા લપેટ-આ રમતના હુકમની સાથે ગતકા લાકડીલપેટની જેમ જ રાખવાની હોય છે. મૂઠનો ભાગ મૂઠીના આગળના ભાગમાં હોય છે. ફરી ડાબા હાથમાં ડાબા સાથળ પાસે અટકેલી હોય છે. (૨) ગતકા આરામ-ગતકા લાકડી આરામની પેઠે જ રાખવાની હોય છે. ફરી જે હાથમાં ગતકા હોય તેની ઉપર રહે છે. (૩) હોશિયાર-આ હુકમ ઉપર બંને હરીફ પવિત્રા ઉપર હોશિયાર થઈ ગતકાને ફરી ઉપર જરા પછાડે છે. ફરી શરીરની સામે અને બંને હાથ છાતીની સામે હોય છે. તેના મુખ્ય ઘાવઃ ૧. તમાચા, ૨. કમર, ૩. ચીર, ૪. શિર, ૫. બહેરા, ૬. અણી, ૭. નલી, ૮. હૂલ, ૯. થોંડી, ૧૦. ભંડાર, ૧૧. કટ, ૧૨. છાટ, ૧૩. પેટ, ૧૪. પલટ, ૧૫. લંગોટ, ૧૬. પોખર, ૧૭. અંત્ર, ૧૮. મોઢા, ૧૯. નકશીન અને ૨૦. કપાળ. લડાઈની તાલીમ માટેના વારઃ ૧. પવિત્રા ચાલ, ૨. સલામી, ૩. ચાર હાથ, ૪. છ હાથ, ૫. બાર હાથ, ૬. એકાંગ, ૭. લંઢત દો, ૮. રોખ, ૯. ઝીલ, ૧૦. પવિત્રા કત, ૧૧. તાલ, ૧૨. હટ, ૧૩. રોખટોક, ૧૪. બૈઠક માર. ૧૫. મુખ્ય તાલીમ બાર વાર એટલે કે ૨૪ ઘાવની હોય છે, જે નીચે પ્રમાણે છેઃ
अ રમતની શરૂઆત કરે છે. व પહેલો બચાવકરે છે.
૧. પોતાના જમણો પગ પોતાની ફરી ડાબા લમણા પાસે રાખી બચાવ
આગળ મૂકી તમાચાથી શરૂ કરે છે. કરે છે.
૨. પોતાની ફરી ડાબા લમણા પાસે પોતાના જમણો પગ આગળ રાખી તમાચાથી
બચાવ કરે છે. શરૂ કરે છે.
૩.જમણી કમર મારે છે. જમણી કમરનો બચાવ કરે છે.
૪.જમણી કમરનો બચાવ કરે છે. જમણી કમર મારે છે.
૫.ચીરનો ઘાવ મારે છે. ચીરનો બચાવ કરે છે.
૬.ચીરનો બચાવ કરે છે. ચીરનો ઘાવ મારે છે.
૭.શિરનો ઘાવ મારે છે. શિરનો બચાવ કરે છે.
૮. શિરનો બચાવ કરે છે. શિરને મારે છે.
૯. અણીને મારે છે. અણીને બચાવે છે.
૧૦. અણીને બચાવે છે. અણીને મારે છે.
૧૧. બહેરા મારે છે. બહેરા બચાવે છે.
૧૨. બહેરા બચાવે છે. બહેરા મારે છે.
૧૩. નલીને મારે છે. નલીને બચાવે છે.
૧૪. નલીન બચાવે છે. નલીન મારે છે.
૧૫. હૂલ મારે છે. હૂલ બચાવે છે.
૧૬. હૂલ બચાવે છે. હૂલ મારે છે.
૧૭. ભંડાર મારે છે. ભંડાર બચાવે છે.
૧૮. ભંડાર બચાવે છે. ભંડાર મારે છે.
૧૯. થોંડીને મારે છે. થોંડીને બચાવે છે.
૨૦. થોંડી બચાવે છે. થોંડીને મારે છે.
૨૧. કટ મારે છે. કટ બચાવે છે.
૨૨. કટ બચાવે છે. કટ મારે છે.
૨૩. છટ મારે છે. છટ બચાવે છે.
૨૪. છટ બચાવે છે. છટ મારે છે.
આ રમતમાં મુખ્ય ધ્યાન રાખવાની વસ્તુ આ પ્રમાણે છેઃ (૧) જ્યાંસુધી બને ત્યાંસુધી ફરીથી જ બચાવ કરવો, પણ કોઈ વખત ગતકાથી પણ બચાવ કરવો, પણ કોઈ વખત ગતકાથી પણ બચાવ થઈ શકે છે. (૨) હમેશ વાર હાલતાં ચાલતાં કરવો. જેવો એક વાર કરવામાં આવે કે તુરત જ પાછળ હઠવું. (૩) એક જ જગ્યાએ સ્થિર રહેવું નહિ. પવિત્રા લઈ સામા માણસના ખુલ્લા ભાગ ઉપર જલદી વાર કરવો. (૪) સામેના માણસનું બરાબર ધ્યાન રાખવું. ખાસ કરી તેનાં કાંડની હિલચાલ તેમ જ કેડની હિલચાલ સમાલવી, (૫) સામા માણસના માથામાં તેમ જ ધડ ઉપર જેમ બને તેમ વાર કરવો. (૬) હમેશ સામા માણસને છેતરવાનો પ્રયત્ન કરવો એટલે કે તમે અમુક ઠેકાણે મારવાના છો એવો દેખાવ કરવો પણ સત્યતઃ તમે બીજે જ ઠેકાણે વાર કરો છો. (૭) તમારો હરીફ પાછો હઠે ત્યારે ઉપરાઉપરી પ્રહાર કરવો. (૮) મગજને હમેશ શાંત રાખવું. જ્યાંત્યાં વગર વિચાર્યેં મારવું નહિ. (૯) શરીરની હિલચાસ હમેશ સુંદર રીતે કરવી. (૧૦) સામો હરીફ જ્યારે પડી જાય કે તેની ગતકા હાથમાંથી પડી જાય ત્યારે વાર કરવો નહિ.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects