ફોર્ડ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

મોટરગાડી બનાવવામાં પ્રસિદ્ધ થયેલો અમેરિકન યાંત્રિક. તેનું નામ હેન્રી ફોર્ડ છે. તેનો જન્મ મિશિગન પરગણાના ડીઅરબોર્ન ગામમાં સને ૧૮૬૩માં થયો હતો. એનાં માબાપ મધ્યમ સ્થિતિનાં ખેડૂત હતાં. ફોર્ડને સાંચાકામ સિવાય બીજા કામમાં મજા પડતી નહોતી. એક વાર તે તેના બાપ સાથે પોતાને ગામથી બીજે ગામે પોતાની બળદની ગાડીમાં બેસી જતો હતો, એવામાં રસ્તામાં તેની નજર એક મોટા વરાળયંત્ર ઉપર પડી. તેણે આ પહેલ વહેલું ઘોડા વગરનું એજિન જોયું. એ એજિન કેવી રીતે બન્યું, કેવી રીતે કામ આપે છે, એ સંબંધી જેટલી મળે તેટલી માહિતી તેણે પ્રશ્નો પૂછીને મેળવી. સાંચાકામ તરફ તેને પ્રેમ લાગ્યો, અને એવાં પુસ્તકો મેળવી ખાનગી સમયમાં તેનો અભ્યાસ કર્યો. એ અભ્યાસમાં આગળ વધતાં તેની કલ્પનામાં એક નવો સંચો પ્રકટ થયો. તેને ટ્રેકટર એટલે વરાળથી ચાલતું હળ બનાવવાનો વિચાર થયો. તે પછી તેણે સંકેલી હેરવીફેરવી શકાય એવો એક લાકડાં વહેરવાનો સંચો બનાવ્યો ત્યાર પછી થોડે વખતે તે પરણ્યો. પોતાની વપરાશની નાનામાં નાની ચીજ પણ તે જાતે જ બનાવી લેતો. આ સિદ્ધાંત આખા જીવનભર ફોર્ડે આચર્યો એ જ તેની સફળતાનું રહસ્ય છે. ધીમે ધીમે ઈ.સ. ૧૮૯૩માં ફોર્ડનું ગેસોલિન ઍન્જિન તૈયાર થયું. કલાકનાં ૩૦ માઈલની ઝડપે ચાલનારી ગાડી તૈયાર થઈ. ત્યાર પછીના દશકામાં ઘણા ખરા શોધકોની બાબતમાં બને છે તેમ ફોર્ડને માથે કેટલાયે તડકાછાંયા વીતી ગયા. અંતે ૧૯૦૨માં પોતે પહેલવહેલી મોટર તૈયાર કરી. ત્યાર પછી બાર વર્ષે તેણે પોતાની પહેલી રેંસિગ કાર એટલે શરતની મોટર ૯૯૯ જાહેરમાં મૂકી. ત્યારપછી થોડા વખતે કલાકના ૯૨ માઈલની ઝડપે બરફ ઉપર મોટર હાંકીને તેણે માણસે કદી ન હાકેલી ઝડપ નોંધાવી.અમેરિક આખું થંભેલે શ્વાસે ને આશ્વર્યથી ફાટી આંખે આ જોઈ રહ્યું; પણ ફોર્ડને આથી સંતોષ થાય તેમ ન હતું. એને તો પોતાની આ શોધ માનવજાતના કલ્યાણ અર્થે સિદ્ધ કરવી હતી. પરિણામે ૧૯૦૨ની સાલમાં પંદર માસની મહેનતને અંતે તેણે ૧,૫૦૦ મોટરો તૈયાર કરી. ત્યારપછી પચીસ વર્ષે ૧૯૨૭થી તેણે દર વર્ષે પંદર લાખ મોટરો બનાવવાનો ભગીરથ પ્રયત્ન કરી પોતાનું નામ જગજાહેર કર્યું. જે છોકરો અઠવાડિયાનાં ફકત નવ રૂપિયા કમાતો, તે આજે સેંકડનાં લગભગ પંદર રૂપિયા કમાય છે. દુનિયાનો એ મોટામાં મોટો શ્રીમંત છે, એટલું જ નહિ પણ પૈસા માટે જે થોડા શ્રીમંતો ધિક્કાર નથી પામ્યા તેમાંનો હેન્રી ફોર્ડ એક છે. પોતાના કારખાનામાં તેણે વૃદ્ધો અને અપંગો માટે એવાં કામ ગોઠવ્યાં છે કે જેમાંથી એ લોકોને પૂરતું વેતન મળી રહે છે અને ફોર્ડને સંપૂર્ણ સાજા માણસ જેટલું કામ મળી રહે છે. આ પછી ફોર્ડે ટ્રેકટર એટલે યાંત્રિક હળનું કામ સંપૂર્ણ કરી તેને બજારમાં મુક્યું. માનવજાતની સેવા કરીને પણ લક્ષ્મી રળી શકાય છે. તેનું જ્વલંત દષ્ટાંત એનું જીવન પૂરૂં પાડે છે. તેને માત્ર એક મોટર બનાવનારા તરીકે ઓળખવો એ ઠીક નથી. એ શ્રદ્ધાવાન ભવિષ્યવાદી છે. એનામાં અવર્ણ્ય બંધુભાવ ભર્યો છે. આશ્વર્યચક્તિ કરી શકે એવી કેટલીક સાહસિક શક્તિઓનો એ ભંડાર છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects