બફર સ્ટેટ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ અં. ]

અર્થ :

બે મોટાં રાજ્યોને એકબીજા ઉપર આક્રમણ કરવાથી રોકનાર એક મધ્યવર્તી નાનું રાજ્ય; સંઘર્ષનિવારક રાજ્ય; શિખંડી રાજ્ય. બે મોટાં રાજ્યોના એકબીજા ઉપર આક્રમણ કરવાના માર્ગમાં નાનું રાજ્ય આવેલું હોય અને જે પોતાની સરહદમાંથી તે કોઈના લશ્કરને પસાર થવા ન દેતાં તેમની વચ્ચે સુલેહ કરવાનો પ્રયત્ન કરે તે બફર સ્ટેટ કહેવાય છે. જેમકે, હિંદુસ્તાન અને રશિઅની વચમાં આવેલ અફઘાનિસ્તાન. આવાં નાનાં રાજ્ય તટસ્થ રહે તો તેમાંથી પસાર થઈને કોઈ રાજ્ય બીજા ઉપર આક્રમણ કરી ન શકે. આવી રીતે તેવું રાજ્ય સંઘર્ષને અટકાવવાના કારણરૂપ થાય છે. તેવા નાના રાજ્યનું ઘણું મહત્ત્વ છે. સંધિ ન થઈ હોય તે અવસ્થામાં મોટાં રાજ્ય એવી શંકામાં રહે છે કે, આ વચ્ચેનું રાજ્ય ક્યારે કોનો પક્ષ લેશે અને તેને માટે આક્રમણ કરાવનો માર્ગ ખુલ્લો કરી દેશે ? પહેલા વિશ્વયુદ્ધ વખતે જર્મનિએ બેલજિયમની તટસ્થતાનો ભંગ કરાવી તેમાંથી પસાર થઈને ફ્રાંસ ઉપર આક્રમણ કર્યું હતું.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects