स्त्री.
નીલગિરિ પહાડ ઉપર વસતી એ નામની એક જાત; વુડાકા. આ જાત ખેડૂતની છે. બાગડાનો અર્થ ઉત્તર તરફથી આવેલા એવો થાય છે. એમ મનાય છે કે, મહિસુર અને કેનેરા તરફથી દુષ્કાળને લીધે આ લોકો અહીં આવી વસ્યા હતા. નીલગિરિની બીજી જાતો કરતાં આ જાત ઊજળી છે. હિંદુઓને ઘણી રીતે તે મળતી આવે છે. તેઓમાં તડ ઘણા છે. અમુક તડનો માણસ એની રીતભાત કે પહેરેલા દોરાથી ઓળખાય છે. આ જાત શિવને પોતાના ઇષ્ટદેવ તરીક માને છે. લગ્નની રીતભાતમાં વિશિષ્ટતા તો એ છે કે, છોકરો માબાપને છોકરી શોધવા અને પસંદ કરવા કહે છે. લગ્ન વખતે છોકરીના શરીર ઉપર ઠંડા પાણીની ડોલ ભરીને ઠાલવવામાં આવે છે. આ લોકો માંસાહારી છે. એકંદરે માયાળુ અને શાંત હોય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.