| 1 |
[ સં. ] |
पुं. |
( પુરાણ ) એ નામનો અસુર; બાણાસુર; બલિનો જ્યેષ્ઠ પુત્ર. તે શિવનો મિત્ર અને વિષ્ણુનો દુશ્મન હતો. તેની દીકરી ઉષા કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધના પ્રેમમાં પડી અને જાદૂઈ અસરથી અનિરુદ્ધને ઉષાએ પોતાની પાસે આણ્યો. કૃષ્ણ, બલરામ અને પ્રદ્યુમ્ન તેની શોધમાં નીકળ્યા. બાણ તે ત્રણેની સામે થયો. શિવે તેને તેમ કરવામાં મદદ કરી. કૃષ્ણે શિવને હરાવ્યા. બાણના એક હજાર હાથ કૃષ્ણે કાપી નાખ્યા. છેવટે બાણને જિવાડવાની શિવે કૃષ્ણને અરજ કરી, તેથી તેને જીવતદાન આપ્યું. તેને વૈરેચિ પણ કહે છે. તેની રાજધાની શોણિતપુરમાં હતી.
|
| 2 |
|
पुं. |
એક હાથથી થતા અઠ્ઠાવીશ માંહેનો એ નામનો એક અભિનય.
|
| 3 |
|
पुं. |
કાળી ઝીંઝોટી.
|
| 4 |
[ હિં. ] |
पुं. |
કાંટાસરિયો.
|
| 5 |
|
पुं. |
ગાયનો આંચળ.
|
| 6 |
|
पुं. |
ચાર સેરનો મોતીનો હાર.
|
| 7 |
|
पुं. |
વિકુક્ષિનો એ નામનો પુત્ર; ઇક્ષ્વાકુના વંશજ વિકુક્ષિનો પુત્ર.
|
| 8 |
|
पुं. |
નિર્વાણ; મોક્ષ.
|
| 9 |
|
पुं. |
ભોંમાં મોઢું ખોસી ભેંસથી મારવામાં આવતો ફૂંફાડો. જ્યારે ભેંસ તેવો ફૂંફાડો મારે છે, ત્યારે સિંહ પણ નાસી જાય છે, પણ તે ભેંસ ત્યાર પછી કોઈ વખત વિયાતી નથી.
રૂઢિપ્રયોગ
બાણ મારવા = નીચું મોઢું કરી મોટી બરાડ મારવી. ભેંસ બાણ મારી સિંહને નસાડી મૂકે છે.
|
| 10 |
|
पुं. |
શરપુંખા; બણનું મૂળ.
|
| 11 |
|
पुं. |
સંસ્કૃત ભાષાનો એ નામનો એક મોટો કવિ; બાણભટ્ટ. તે શોણ નદીને તીરે પ્રીતિકૂટ ગામમાં ચિત્રભાનુ બ્રાહ્મણને ત્યાં તે જન્મ્યો હતો. ચિત્રભાનુ યજ્ઞયાગમાં બહુ હોશિયાર હતો. બાણનો અવાજ મધુર હતો. પિતા પાસે સંસ્કૃત ભણી તેણે કવિતા કરવા માંડી. તેને કશ્મીરમાં સારો આશ્રય મળ્યો હતો. કાદંબરી એની ઉત્તમ કૃતિ છે. હર્ષરચિત, ચંડીશતક, રત્નાવલી એ એના ઉત્તમ ગ્રંથો છે. તેની શ્લેષાત્મક કવિતા બહુ જ વખણાય છે. કહેવાય છે કે, અર્ધી કાદંબરી તેના પુત્રે બનાવી છે. તે ઈ. સ. ના છઠ્ઠા સૈકામાં થઈ ગયો.
|
| 12 |
|
पुं. |
સ્વર્ગ.
|
| 13 |
|
पुं. |
( પુરાણ ) હનુપુત્ર એક દાનવ.
|
| 14 |
|
स्त्री. |
વાણી; વાણ.
|
| 15 |
|
न. |
કામદેવનું તીર. એને ભાથામાં પાંચ જાતનાં તીર હોવાનું કહેવાય છેઃ અરવિંદ એટલે કમળનું ફૂલ, અશોક, ચૂત એટલે આંબાનો મોર, નવમલ્લિકા એટલે મોગરો અને નીલોત્પલ એટલે કાળું કમળ.
|
| 16 |
|
न. |
ખેતરની હદ બતાવનારો માટીનો નાનો ટેકરો; ખાંભો; પાળિયો; ખૂંટ.
|
| 17 |
|
न. |
( સંગીત ) તાલનાં મુખ્ય છ માંહેનું ત્રીજું અંગ; લઘુ અંગ; ચતુરસ્ત્ર; દંડ; માત્રા; અક્ષર; વિભૂ; હ્રસ્વ; લ; શર; સરલ; માત્રિક; વ્યાપક; ચાર માત્રાને અંતરે તાલ આવે તે ભાગ; ચાર માત્રાનું અંગ.
|
| 18 |
|
न. |
તીર; શર; ધનુષ્ય ઉપર ચડાવીને ફેંકવાનું એક લાંબું અને તીક્ષ્ણ અસ્ત્ર. પ્રાચીન કાળમાં લગભગ આખી દુનિયામાં આ અસ્ત્રનો પ્રયોગ થતો. આ અસ્ત્ર સામાન્ય રીતે લાકડાનું કે લોઢાનું બનેલું હોય છે. તેના અગલા છેડા ઉપર પોલાદ, હાડકું અથવા ચકમક વગેરેનો ધારવાળો ભાગ હોય છે. તે ભાગને ફલ કહે છે. આ ફલના ઘણા પ્રકાર છે. કોઈ લાંબું, કોઈ અર્ધચંદ્રાકાર અને કોઈ ગોળ હોય છે. પોલાદનું ફલ કોઈ કોઈ વાર ઝેર ચડાવેલું હોય છે. તેનાથી ઘાયલ થયેલનું મૃત્યુ લગભગ નિશ્ચિત થઈ જાય છે. કોઈ કોઈ જગ્યાએ બાણના પાછળના છેડાના ભાગમાં પીંછાં વગેરે બાંધવામાં આવે છે તેથી બાણ સીધું અને વેગથી ચાલે છે. ધનુર્વેદમાં બાણ અને તેનાં ફલ વગેરેનું વિસ્તૃત વર્ણન આપેલ છે.
ઉપયોગ
દુનિયા આખીનાં બાણો ઝીલે જે ખુલ્લી છાતીએ, ઈશ્વર આશરે છે જે અસહકારી માનવો. – ગાંધીગીતા
|
| 19 |
|
न. |
દરિયા કે ખાડી નજીક આવેલી પહોળી જમીન; જ્યાં ભરતીનું પાણી આવતું હોય તે ખાડીની જમીન.
|
| 20 |
|
न. |
દારૂનો એક જાતનો ગોળો; બોંબ. તે સળગાવતાં જ ઊછળીને ફાટે છે અથવા પડછાયાથી પણ એની મેળે સળગીને જોરથી ફાટે છે.
|
| 21 |
|
न. |
દુઃખ થાય તેવું વચન; મહેણું.
રૂઢિપ્રયોગ
૧. બાણ મારવાં = હૃદય ભેદાઈ જાય એવાં મહેણાં મારવાં; આકરાં, ન સહન થાય એવાં વચન સંભળાવવાં.
૨. બાણ વાગવાં = મહેણાના શબ્દથી હૃદય ભેદાઈ જવું; તીક્ષ્ણ ભાષણથી કાળજામાં અસર થવી.
૩. વાગ્બાણ = આકરાં, દુઃખ થાય એવાં વચન; મહેણાં; હૃદયને વીંધી નાખે એવું વચન; વાણીરૂપી બાણ.
|
| 22 |
|
न. |
નાનો ચટો.
રૂઢિપ્રયોગ
બાણ કરવાં = માપી શકાય તેવો મોરમ અગર કાંકરીનો ચટો કરવો.
|
| 23 |
|
न. |
પગલું
રૂઢિપ્રયોગ
બાણ કાઢવું = પગલું ખોળી કાઢવું.
|
| 24 |
|
न. |
પથ્થરનો લીસો ને અંડાકૃતિ ગોળવો; લંબગોળ પથ્થર; પૂજનમાં વપરાતું શિવલિંગ. મનાય છે કે, નર્મદા નદીમાંથી જે લિંગો હાથ આવે છે અને તેમાંથી જે લિંગને પંદર વખત તોળી જોતાં વજન સરખું નહિ થતાં બદલાયા કરે છે, તે જ લિંગને બાણ કહેવાય છે. પૂજનને માટે આવાં જ બાણ લેવાનાં હોય છે. તે શંકરની મૂર્તિ તરીકે પૂજાય છે.
|
| 25 |
|
न. |
પાનબાજરિયું.
|
| 26 |
|
न. |
પાંચની સંજ્ઞા.
|
| 27 |
|
न. |
પુંજ.
|
| 28 |
|
न. |
બંધ; પુસ્તો.
|
| 29 |
|
न. |
મંત્ર ભણીને મારવાનું તીર.
|
| 30 |
|
न. |
લોઢાની નળીમાં દારૂ ભરી તેને લાકડી બાંધી કરેલું શસ્ત્ર.
|
| 31 |
|
न. |
શબ્દ.
|
| 32 |
|
न. |
શરીર.
|
| 33 |
|
न. |
સોનીની અંગીઠી માંહેની રાખ. તેમાં સોનીકામ કરતાં સોનાની કટકીઓ પણ પડી ગયેલી હોય છે.
|
| 34 |
|
न. |
હદની નિશાની.
|
| 35 |
|
न. |
હવાઈ; એક જાતની આતશબાજી.
|
| 36 |
|
न. |
હાથમાં આવેલો શિકાર.
|