स्त्री.
એ નામની એક રમત. આ રમતની અંદર ઘણા વિદ્યાર્થીઓ રમી શકે છે. શરૂઆતમાં બે વિદ્યાર્થીઓને બાદ રાખીને બાકીના વિદ્યાર્થીઓ ગોળાકારે એકબીજાના હાથ પકડીને ઊભા રહે. બે વિદ્યાર્થીઓ કે જેને બાકી રાખવામાં આવેલા હોય તેમાંથી એકને બિલાડી અને બીજાને ઉંદર નામ આપવું. રમત શરૂ થતાં ઉંદરની પાછળ બિલાડી દોડે અને તેને પકડવાની કોશિશ કરે. ઉંદર વર્તુળની અંદર કે બહાર અડચણ વગર દોડી શકે, પણ બિલાડીથી તેમ થતું નથી. ઉંદર હાથમાં નાનો પથ્થર રાખીને બિલાડીને બિલાડી, બિલાડી પથ્થર લે, એમ કહે, જ્યારે બિલાડી હાથમાં ધૂળ રાખીને ઉંદર, ઉંદર, દાણા લે, એમ કહે. જ્યારે ઉંદરને બિલાડી પકડી પાડે, ત્યારે બીજી જોડી બહાર પડે અને રમત લંબાય. આ રમત જરા વધારે મુશ્કેલ બનાવવી હોય, તો બિલાડીને પણ ક્યારેક ક્યારેક બહાર જવાની છૂટ આપવામાં આવે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ