पुं.
[ સં. બુદ્ધ + નિર્વાણ ( મોક્ષ ) + સંવત્ ( વર્ષ ) ]
ચોત્રીશ માંહેનો એ નામનો એક ભારતીય સંવત. તે ઈ. સ. પૂર્વે ૪૮૭થી શરૂ થાય છે. શાક્યમુનિ બુદ્ધના નિર્વાણથી આ સંવત શરૂ થતો હોવાથી તેને બુદ્ધનિર્વાણ સંવત કહે છે. બુદ્ધના નિર્વાણનો સમય હજુ કંઈ ચોક્કસ નથી થયો. લંકા ને આસામમાં બુદ્ધના નિર્વાણનો સમય ઈ. સ. પૂર્વે ૫૪૪ મનાય છે. ચીનના લોકો ઈ. સ. પૂર્વે ૬૩૮, ડો. બુલર ઈ. સ. પૂર્વે ૪૮૩, મેક્સ મુલર ઈ. સ. પૂર્વે ૪૭૭, પંડિત ભગવાનલાલ ઈ. સ. પૂર્વે ૬૩૮ માને છે અને એ બધા ઉપરથી અનુમાન કરીને ઈ. સ. પૂર્વે ૪૮૭ મનાય છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં