અo ક્રિo
આસન માંડવું (ઊભા હોય કે સૂતા હોય તેમાંથી)
(2) નીચે આવવું; ઊતરવું (ભાવ; કચરો; જમીન ઇo) (3) બંધબેસતું આવવું (ડગલો) (4) શરૂ થવું (ઋતુ; વર્ષ) (5) (ફળફૂલનું) આવવું (6) કિંમત લાગવી; મૂલ પડવું (7) લાગવું; ચોટવું (પાસ, ડાઘ, રંગ, વાસ) (8) પેસી જવું; વાગવું; લાગવું; ઉદાo હાથમાં ચપ્પુ બેઠો. (9) સ્થાપિત થવું; જારી થવું; કામમાં લાગવું; ઉદાo જપતી બેઠી; કૉર્ટ બેઠી; દશા બેઠી. (કામ પર કે ઘેર) દરજી સુતાર ઇo બેઠો છે – બેસાડ્યો છે; નિશાળે બેસવું (10) અર્થ સમજાવો; રીત પ્રમાણે ગોઠવાવું (હિસાબ; કોયડો; વાક્ય) (11) વળવું; સ્થિર થવું; ઉદાo ચીતરવામાં તેનો હાથ બેઠો છે. (12) કામકાજ વિના પડી રહેવું; ઉદાo ભાઈ શું કરે છે ? – બેઠો છે. (13) જાડું – ખોખરું થવું; ઉદાo ગળું બેસી ગયું. (14) રાહ જોવી; ખોટી થવું; ઉદાo બેસીને હું તો થાક્યો. (15) કસ કે તીક્ષ્ણતા દૂર થવાં (કપડું; ધાર) (16) આધાર વિનાનું – તેજ વિનાનું થઈ જવું; ભાંગી પડવું; ઉદાo ઘર બેઠું = પતિ, પત્ની કે છોકરાં વિનાનું; ટેકા કે માલ વિનાનું થયું. (17) વ્યાપવું; જામવું; ઉદાo કરપ બેસવો (18) બીજા ક્રિયાપદ સાથે આવતાં તે ક્રિયા શરૂ કરવી, વળગવું – મંડવું એવો અર્થ બતાવે છે; ઉદાo રડવા – ખાવા – ગાવા – ભાગવા બેઠો. અથવા અચાનક કે ભૂલથી તે કરી નાખવું એવો અર્થ બતાવે છે; ઉદાo લખી બેઠો; બોલી બેઠો
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.