पुं.
બે પ્રકારના દેહ; સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ. પંચમહાભૂત એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ તત્ત્વનાં પંચીકૃત તત્ત્વોનો સ્થૂળ દેહ બનેલો છે. સૂક્ષ્મ અથવા લિંગ દેહ સત્તર તત્ત્વનો બનેલો છે; તેમાં પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેંદ્રિય અને પાંચ મહાભૂત તથા મન અને બુદ્ધિ છે. સ્થૂલ દેહ અતિ ગંદો છે, છતાં તેમાં વસનારો દેહી આત્મા હોઈ તેના તરફ પ્રત્યેક મનુષ્યને આદર રહે છે. છતાં જ્ઞાની અને શાસ્ત્રો તો તેને તે જેવો છે તેવો જ ગંદો વર્ણવે છે. શંકરાચાર્યે પોતાના સદાચારમાં તેને અત્યન્તો મલિનો દેહો, એ પ્રમાણે વર્ણવ્યો છે. જ્યારે જ્ઞાનેશ્વર મહારાજ તેનું વર્ણન નીચે પ્રમાણે કરે છેઃ આ દેહ એટલે ત્રણ ગુણ અને પાંચ કર્મેંદ્રિયની અને પાંચ જ્ઞાનેંદ્રિયની ધો-પટી છે. વળી તે ત્રિતય કહેતાં વાત, પિત્ત અને કફ એવા ધાતુની વેલી છે. એવો આ દારુણ દેહ છે. તે ઉઘાડી રીતે પાંચ નાગા બાવાઓની સગડી છે, જેમાં આ દેહમાં સપડાયેલો જીવ પાંચ રીતે તપે છે અર્થાત્ પાંચ પ્રકારના કલેશ ભોગવે છે. અહીં જીવરૂપી વાઘ હરણના બચ્ચાની માફક સપડાઈ ગયો છે. એવા આ દેહમાં વસવાને એટલે ફરી જન્મ લેવાને કયો નિપુણ મનુષ્ય રાજી હોય ? આ દેહનું સાર્થક્ય અથવા મનુષ્યજન્મનું ધ્યેય શાસ્ત્રોએ કહ્યું છે તે પ્રમાણે આત્મજ્ઞાન મેળવી જન્મમૃત્યુની પરંપરાથી છૂટી જવું તે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.