न.
એ નામની એક બાળ રમત. આ રમતમાં રમનારાના બે સરખા પક્ષ પાડી બે સીધી લીટીઓ એકબીજીને સમાંતર લગભગ પંદર વારને અંતરે દોરવામાં આવે છે. તે લીટીઓ ઉપર બંને પક્ષને જુદી જુદી વ્યવસ્થિત રીતે ઊભા રાખવામાં આવે છે. પછી દરેક પક્ષનાં બાળકોની ગણતરી કરાવવામાં આવે છે. ગણતરી જમણીથી ડાબી બાજુએ થાય છે. બંને ટુકડીની વચ્ચોવચ નાનું કૂંડાળું દોરી તેમાં રૂમાલ, મગદળ, ડંબેલ કે કોઈ એવી વસ્તુ રાખવામાં આવે છે. પછી શિક્ષક કોઈ પણ એક નંબર બોલે છે. એટલે બંને ટુકડીનો નંબર દોડીને કૂંડાળામાં મૂકેલ વસ્તુ સામેના બાળકથી અડકાયા વગર લઈને પોતાની ટુકડીમાં જલદી પાછો આવવાનો પ્રયત્ન કરે છે. જો તે તેમ કરવામાં સફળ થાય, તો તેને એક ગુણ મળે છે. આ રમતમાં વધારે રસ ઉત્પન્ન થવાનું કારણ એ છે કે, લગભગ સરખી વયના વિદ્યાર્થીઓ હોવાથી નંબર બોલતાંની સાથે જ બંને વિદ્યાર્થીઓ એકીસાથે કૂંડાળા પાસે પહોંચે છે અને બંને હરીફો બીજાને ભુલાવામાં નાખીને વસ્તુ લેવાનો પેંતરો રચે છે. તેમાં જે વધારે ચપળ અને હોશિયાર હોય, તે વસ્તુ લઈને ભાગે છે. આમ મુકરર કરેલ સમયમાં જે ટુકડી વધારે કે નક્કી કરેલા ગુણ વહેલા મેળવે, તે વિજેતા જાહેર થાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.