पुं.
એક જાતની રમત. આ રમતમાં એક વિદ્યાર્થી પગ ઘૂંટણેથી વાળી, પગ જરા જુદા જુદા રાખી સાદડી ઉપર બેસે. બીજો વિદ્યાર્થી બેઠેલા વિદ્યાર્થીની પાછળ ઊભો રહે. પછી તે પહેલા વિદ્યાર્થીના ખભા ઉપર બેસે. પગ સાદડીને અડતા રાખે. પહેલો વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીના પગ બહારની બાજુએથી ઘૂંટણ પાસેથી આંકડા ભીડી પકડી રાખે. બીજો વિદ્યાર્થી વાંકો વળીને પહેલા વિદ્યાર્થીના પગ ઘૂંટણ પાસેથી આંકડા ભીડી પકડી રાખે. પછી પેલો વિદ્યાર્થી જરા માથું ઊંચકે એટલે બીજો વિદ્યાર્થી માથું પહેલા માણસના ઘૂંટણ વચ્ચે રાખી શરીર સાદડી ઉપર ગબડાવે. આમ એક પછી એક દડો ગબડતો હોય તેમ ગબડે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.