ભવપ્રત્યય

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

એક જાતનો અસંપ્રજ્ઞાત યોગ. ભવ એટલે અનાત્મામાં આત્મબુદ્ધિરૂપા અવિદ્યા એ જ જે યોગનું પ્રત્યય એટલે કારણ છે તે ભવપ્રત્યય. વિકારરૂપ ભૂતેંદ્રિયો અથવા પ્રકૃતિરૂપ અવ્યક્ત, મહત્, અહંકાર અને પંચતન્માત્રા જેઓ અનાત્મા છે તેઓમાં આત્મબુદ્ધિ થાય તે અવિદ્યા અને તે અવિદ્યા વડે જે સંસ્કાર શેષરૂપ અસંપ્રજ્ઞાત સમાધિ ઉપજે છે તે ભવપ્રત્યય કહેવાય છે. ભવપ્રત્યયવાળાને પુનર્જન્મની પ્રાપ્તિ થાય છે, માટે મુમુક્ષને આ યોગાભ્યાસ ત્યજવા યોગ્ય છે. વિદેહલય અને પ્રકૃતિલય એ બંનેનો ભવપ્રત્યય અસંપ્રજ્ઞાત યોગ છે. તે સમાધિની એક અવસ્થા છે, જેમાં પ્રકૃતિ લયને પ્રાપ્ત થાય છે. વિદેહલય: ભૂતો અને ઇંદ્રિયોરૂપ વિકારમાંથી કોઇ એકને આત્મા માની, તેની ઉપાસના કરવાથી, દેહ પડ્યા પછી, જે વિકારની પોતે ઉપાસના કરી હોય તે વિકારમાં સ્થૂલ શરીર રહિત થઈ લય પામવું તે વિદેહલય. પ્રકૃતિલય: પાંચ તન્માત્રા, અહંકાર, મહત્તત્વ ને અવ્યક્તરૂપ પ્રકૃતિમાંથી કોઇ એકને આત્મા માની તેની ઉપાસના કરવાથી તેની વાસનાયુક્ત ચિત્તવાળાનો દેહ પડ્યા પછી પોતે પૂર્વોક્ત પ્રકૃતિમાંની જે પ્રકૃતિની ઉપાસના કરી હોય તેમાં, જેણે પોતાનું કર્તવ્ય સમાપ્ત કર્યું નથી એવા સંસ્કારયુક્ત ચિત્તવાળા હોઇ લય પામે તે પ્રકૃતિલય કહેવાય છે. વિદેહલય તથા પ્રકૃતિલય પોતાના સંસ્કારયુક્ત ચિત્ત વડે કૈવલ્યપદના જેવી સ્થિતિને પામે છે. એ સ્થિતિનું વૃત્તિરહિતપણું એ કૈવલ્ય સાથે સરૂપપણું છે અને ભોગમોક્ષરૂપ અધિકારયુક્ત સંસ્કારનું શેષપણું તે કૈવલ્યથી વિરૂપપણું છે; માટે આ સ્થિતિને કૈવલ્યપદના જેવી કહી છે. આ વિદેહલય તથા પ્રકૃતિલયના સંસ્કારોનો જ્યારે વિપાક થાય છે. ત્યારે તેઓ પોતાના તે સંસ્કારાનુસાર પુન: સંસારમાં પ્રવેશ કરે છે. વિદેહલય અને પ્રકૃતિલય પુરુષોને વિવેકખ્યાતિ પ્રાપ્ત થતી નથી, તેથી તેઓનું સાધિકાર ચિત્ત લીન થયા છતાં પણ પુન:વ્યુત્થાનાવસ્થાને પામીને સંસારમાં પડે છે. અને વિવેકખ્યાતિને પામેલા પુરુષનું ચિત્ત કૃતાર્થ થયું છે, માટે દેહપાત પછી તે પોતાના કારણમાં અત્યંત લીન થઈ જાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

શનિવાર

27

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects