न.
સૌરાષ્ટ્રમાં ખંભાતના અખાત ઉપર આવેલું એ નામનું બંદર. અગાઉના વખતમાં ભાવનગર રાજ્ય ન હતું, તાલુકો હતો. અમદવાદના કલેક્ટર નીચે રાજા એક બિનઅખત્યારી તાલુકદાર જેવા હતા. વાર્ષિક પેશકશી અસલ ૧૧,૫૦૦ની હતી તે વધતી વધતી ૫૨,૦૦૦ થઇ હતી. તળ ભાવનગરમાં સરકારી અમલ હતો. રાજસત્તા ગયે, ઘોઘા ધંધૂકાનાં ગામોના ખેડૂત માથાફરેલ થયેથી વસૂલાત ઉઘરાવવી વિકટ પડતી. તાંબાનાણું પાડવાની ટંકશાળ પૂર્વે ભાવનગરમાં હતી તે વજેસંગ મહારાજે બંધ પાડી હતી. સાયરવેરો વધ્યો હતો. મીઠાનો કર ૧૮૪૪માં બમણો થયો હતો. દીવાની ફોજદારી કેસોમાં મહારાજ ખુદને જિલ્લાની કોર્ટમાં હાજર રહેવું પડતું. રાજવંશની પ્રતિષ્ઠાહાનિના પણ પ્રસંગો ઉદ્ભવતા. મહારાજ વખતસિંહજી, મહારાજ વિજયસિંહજી, મહારાજ અખેરાજજી ને મહારાજ જશવંતસિંહજી એમ ચાર પેઢી સુધી સરકારે ૧૧૬ ગામ ઉપરથી ભાવનગર મહારાજનો રાજ્યાધિકાર રદ કીધો હતો. ત્યાર પછી અઢાર વર્ષના અખંડ ને એકનિષ્ઠ મહાપ્રયાસે ગગા ઓઝાએ અંતે સ્થિતિપલટો આણ્યો. મૃતપ્રાય થયેલો રાજ્યાધિકાર સજીવન કીધો, ૧૧૬ ગામ જાણે પાછાં જીતી ઘેર લાવ્યા. ભાવનગરના ગરાસિયાની ભાવનગરના મહારાજપદે પાછી પ્રતિષ્ઠા કીધી, ભાવનગર રાજ્ય જાણે પુન: સંસ્થાપ્યું.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.