न.
એક જાતનું કબૂતર જેવડું પક્ષી. તે દેખાવમાં છેટેથી ભૂરું લાગે, પણ તેની ભાતમાં ભૂરા, ધોળા અને બજરિયા રતૂમડા રંગોની જમાવટ હોય છે અને પગ ઝાંખા રાતા રંગના હોય છે. આ પંખી ખેતરાઉ પ્રદેશ, ઉઘાડા વનવગડા અને વેરાન ઉજ્જડ પ્રદેશનું વતની છે અને ગીચ જંગલ તથા ભેજવાળા કે પાણી નીતરતા પ્રદેશોમાં પ્રવેશ નથી કરતું. સંવનન કાળે તેમનાં જોડાં દેખાશે અને અન્ય ઋતુમાં ૪, ૬, ૧૦ પક્ષીઓનું ટોળું હશે. બી, દાણા, વનસ્પતિ અને જીવડાં તેનો ખોરાક છે. તે છાણ ફેંદીને તેમાંથી ઢાલિયાં જીવડાં ખાતું ઘણી વાર દેખાશે. તેમાંથી ઢાલિયાં જીવડાં ખાતું ઘણી વાર દેખાશે. સાંજ સવાર અને ખાસ કરીને સંવનન ઋતુમાં તે વનવગડાને પોતાના બુલંદ અવાજથી ગજવતું હોય છે. દોડવામાં તે બહુ વેગવાન પક્ષી છે. ન છૂટકે તે ઊડે છે અને ત્યારે પણ દૂર સુધી નહિ. થોડેક ઊડીને પાછું બેસી જાય અને ઝાડીમાં સંતાઈ જાય. ઊડે છે ત્યારે ભૂર્ર્ર્ર્ર અવાજ થાય છે. શિકારી કૂતરા વડે કે બંદૂક વડે શિકારીઓ તેનો શિકાર કરે છે. રાત્રે તેતર ઝાડીમાં, ખાસ કરીને થોરમાં ચડીને રાત ગાળે છે. આ તેતરની પ્રજનન ઋતુ જુદે જુદે ઠેકાણે જુદી જુદી હોય છે, પણ હિંદમા સામાન્ય રીતે માહથી વૈશાખ સુધીમાં જમીન ઉપર, ઘાસમાં, ઢેફાં કે ઝાંખરાની ઓથમાં નામનો માળો બાંધી તેમાં છથી નવ મેલાં સફેદ ઈંડાં મૂકે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.