स्त्री.
એ નામની એક બાળરમત. તેમાં વીસ સુધી બાળકો રમી શકે છે. તેમાં કાંઈ સાધનની જરૂર રહેતી નથી. રમનાર બાળકોને શિક્ષકની સામે ચાર ચાર કે પાંચ પાંચની હારમાં બેસારી દેવાં. બાળકોએ શિક્ષક તરફ ધ્યાન આપવું. પછી શિક્ષકે શરીરનાં અંગોનાં નામ બોલવાં. જે અંગનું નામ બોલે તેને જમણા હાથથી અડતાં જવું, જેમકે, માથું, કપાળ, કાન, નાક, ગાલ, છાતી, ગોઠણ વગેરે. પણ શિક્ષક વચ્ચે વચ્ચે બાળકોને ભુલાવામાં નાખવા યત્ન કરશે. કોઇ બાળક નાકને બદલે કાનને અડશે. જે ભૂલ કરે તેને બાદ કરવાં. આમ એક જણ રહે ત્યાંસુધી રમત ચાલુ રાખવી. આ રમતથી બાળકોમાં એકાગ્રતા વધે છે અને અંગોનાં નામ વિષે ચોકાસઈ કેળવાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.