ભેરુશોધ

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

દશથી વીશ રમનારાથી રમાતી એ નામની એક બાળરમત. આ રમતમાં એક મધ્યબિંદુવાળાં બે નાનાં મોટાં વર્તુળો એકની અંદર બીજું તેમ દોરવામાં આવે. અરધાં ખેલાડીઓ અંદરના વર્તુળ ઉપર અને અરધા બહારના વર્તુળ ઉપર ઊભા રહે. તેઓ એવી રીતે ગોઠવાય કે અંદરના વર્તુવાળાની પાછળ બહારના વર્તુવાળો આવે અને તેમ આગળ પાછળ ઊભેલા ભેરુઓ બને. સીટી થાય એટલે રમનારાઓ પોતપોતાના વર્તુળ ઉપર ગોળ દોડવા માંડે. પણ દોડવામાં જો નાના વર્તુળમાળા ઘડિયાળના કાંટાની દિશામાં ફરતા હોય તો બહારના વર્તુળવાળા તેથી ઊંધી દિશામાં દોડે. આમ થોડી વાર દોડાવ્યા પછી જ્યારે શિક્ષકને એકબીજાના ભેરુઓ જરા દૂર ગયેલા માલૂમ પડે ત્યારે તે ભેરુઓ, કહી બૂમ મારે. બૂમની સાથે જ દરેક પોતપોતાનો ભેરુ શોધી લે. જે જોડી ન થયેલ હોય તેને એક ગુણ આપવામાં આવે. આમ જેના ત્રણ ગુણ થાય તે જોડી રમતમાંથી રદ થાય. બીજી રીતે આ રમત એમ રમી શકાય છે કે, તેમાં રમનારના બે પક્ષ પાડી એક પક્ષ ઉપર દાવ ઠરાવવો. બંને પક્ષ દૂર જઇને સંતાઈ જાય. પછી દાવ લેનાર પક્ષનો છોકરો સંતાયેલો રહીને જ અમે સંતાયા રે સંતાયા એવું બોલે. તે સાંભળતાં દાવ આપનાર છોકરો કોઇ પણ એકને પકડવા દોડે. તે જેની પાસે જાય તે નાસી છૂટે. નાસતાં નાસતાં તે દાવવાળા પક્ષના કોઇ છોકરાની નજીક આવે કે તેની પાછળ લાગેલો છોકરો ભેરુ આવ્યો છે રે આવ્યો છે, એમ બૂમ પાડે એટલે તે પક્ષનો છોકરો તેને પકડવા દોડે. આ રીતે કોઇ છોકરો દાવ લેનાર છોકરાને પકડે તો તેના ઉપરથી દાવ ઊતરે અને સામા પક્ષની ઉપર જાય.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects