पुं.
[ સં. ]
એ નામના એક મહર્ષિ. તે ઋગ્વેદના ઐતરેય આરણ્યક અને ઐતરેય ઉપનિષદના મુખ્ય શાખાપ્રવર્તક અને બ્રહમ શુદ્ધ જ્ઞાનમય તત્ત્વ છે એ મહાવાક્યના સમર્થક હતા. ઉપનિષદ વિચારણામાં લખ્યું છે કેઃ એક ઋષિને પોતાના વર્ણની સ્ત્રી ઉપરાંત ઇતર વર્ણની સ્ત્રીઓ હતી. તેમાંની એકનું નામ ઇતરા હતું. તેના પુત્રનું નામ મહીદાસ ઐતરેય હતું. મહીદાસના પિતાનો આ પુત્ર ઉપર સવર્ણાના પુત્રો ઉપર જેવો ભાવ હતો તેવો ન હતો. એક યજ્ઞમંડળીમાં પુત્રો સાથે તે ઋષિ ગયા. ત્યાં મહીદાસ વિના સર્વ પુત્રોને વાત્સલ્યથી તેણે ખોળામાં લીધા. આ પ્રસંગ વડે મહીદાસને ઘણું ખોટું લાગ્યું. તે પોતાની માતા પાસે રડતો ગયો અને હકીકત કહી. માએ મહી એટલે પૃથ્વી પોતાની કુલદેવતા હતી તેને પ્રાર્થના કરી. એમ કહેવામાં આવે છે કે, યજ્ઞવેદિ આગળ પૃથ્વીદેવીએ એવી વાણી કરી કે, મહીદાસ સર્વ કુમારોમાં શ્રેષ્ઠ છે. વળી તેને આશીર્વાદ આપ્યો કે તું બ્રાહ્મણ વાઙ્મયનો દ્રષ્ટા થઈશ. ત્યારપછી અગ્નિર્વૈદેવાનામવમઃ એ મંત્રથી આરંભ પામતા અને સ્તૃણુતે એ મંત્રથી અંત પામતા ચાળીસ અધ્યાયોના બ્રાહ્મણોની તેને સ્ફૂર્તિ થઈ. આ ગ્રંથને ઐતરેય બ્રાહ્મણ કહે છે. તે શાખાપ્રવર્તક મહર્ષિ થયા, અને ઋગ્વેદની શાખાનું ઐતરેય આરણ્યક અઢાર અધ્યાયનું અને ત્રણ અધ્યાયનું ઐતરેય ઉપનિષદ તેમના તરફથી સ્વાધ્યાય ક્રમ વડે પ્રચલિત થયું. છાંદોગ્ય ઉપનિષદ ઉપરથી સમજાય છે કે, આ ઋષિ ૧૧૬ વર્ષ જીવ્યા હતા. ચોવીસ વર્ષ પર્યત બ્રહ્મચર્ય પાળી તેમણે વેદાભ્યાસ કર્યો હતો. બીજાં ચુંમાળીસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ પાળી કર્માનુષ્ઠાન કર્યું હતું અને છેવટનાં અડતાલીશ વર્ષ વની તરીકે તેમણે તપમાં ગાળ્યાં હતાં. જીવનના બીજા ખંડમાં ઐતરેય બ્રાહ્મણ અને ત્રીજા ખંડમાં આરણ્યકની રચના તેમણે કર્યાનું અનુમાન થાય છે. મહીદાસ સૃષ્ટિવિજ્ઞાન સંબંધમાં એરિસ્ટોટલની પેઠે પદાર્થોમાં જાતિભેદ માને છે. મહીદાસની ભાવનામાં આખું દૃશ્ય જગત એ જીવતું રૂપ છે અને તે ત્રિલોકીમય છે. મહીદાસ કહે છે કે, જ્યાંસુધી પૃથ્વી અને અગ્નિ, સ્વર્લોક અને સૂર્ય, દિશાઓ અને ચંદ્રમા, જલ અને સમુદ્ર વિદ્યમાન રહે છે, ત્યાંસુધી વિશ્વની મૂર્તિ લગભગ કાયમ જેવી રહે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.