पुं.
[ સં. ]
બ્રાહ્મણ; પૃથ્વીનો પુત્ર. કેટલાક મહીદેવનો અર્થ બ્રાહ્મણ ન કરતાં રાજા કરે છે. મહીદેવનો યૌગિકાર્ય રાજા થઈ શકે ખરો, પરંતુ સંસ્કૃત સાહિત્યમાં તેનો સામાન્ય પ્રયોગ જોવામાં આવતો નથી. આપ્ટે કોશમાં મહીસુર, ભુસુર અને ભૂદેવ એ ત્રણે શબ્દોનો અર્થ બ્રાહ્મણ કર્યો છે. મહીસુર એ ત્રણ શબ્દોનો પર્યાય છે તેથી તેનો રૂઢાર્થ તો બ્રાહ્મણ જ થવો જોઈએ. અમરકોષમાં નૃપતિના પર્યાયોમાં ભૂપ અને મહીપતિ, શબ્દરત્નાવલિમાં ભૂપાલ, ભૂભૃત્ અને મહીપતિ, તથા જટાધરકોષમાં અવનીપતિ અને ભૂભુક્ શબ્દો આપ્યા છે. અર્થાત રાજાના અર્થમાં ભૂ, ભૂમિ, મહી અને અવની એ પર્યાયો સાથે દેવપદ જોડાયું નથી, પણ પતિ , ભૃત વગેરે પદો જોડ્યાં છે. જ્યાં દેવ અથવા તેનો પર્યાય સુર પદે જોડેલ છે, ત્યાં તેનો અર્થ બ્રાહ્મણ જ કરવામાં આવ્યો છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.