માંધાતાક્ષેત્ર

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

નર્મદાના ઉત્તર કિનારા ઉપર આવેલા વૈડુર્યમણિ નામના પહાડ ઉપર આવેલું એ નામનું એક તીર્થ. નર્મદાના ઉત્તર કિનારા ઉપર વૈડુર્ય પહાડની કુદરતી રચના ૐ ના આકારની હોવાથી તેને ૐ કાર પહાડ કહે છે. માંધાતા રાજાએ ત્યાં ગામ વસાવ્યું હોવાથી તે ૐ કારમાંધાતા પણ કહેવાય છે. માંધાતા રાજાએ આ વૈડુર્ય પર્વત ઉપર ઓંકારક્ષેત્રમાં ઓંકારની સામે એકસો યજ્ઞ કર્યા તથા શિવની ભકિત કરી તેથી ઓંકારેશ્વર પોતે પ્રગટ થયા અને વરદાન માગવાનું કહ્યું. એ સાંભળી રાજા માંધાતાએ માગ્યું કે, આ જ વૈડુર્ય પહાડ તે માંધાતાના ક્ષેત્રના નામથી જાહેરમાં આવે અને અહીં આપ બિરાજમાન થઈ બધા દેવતા સહિત બાર જ્યોતિર્લિંગ વાસ કરે અને અહીં કોઈ પણ માણસ દાન કરે, પૂજન કરે, તપસ્યા કરે, પિતૃશ્રાદ્ધ કરે અથવા મરી જાય તે બધા શિવલોકમાં જાય. વળી અગ્નિથી બળી મરી જાય, પાણીમાં ડૂબી મરી જાય, પહાડ ઉપરથી પડી મરી જાય અથવા કોઈ પણ રીતે અકાલ મૃત્યુ પામે તે બધાં કૈલાસમાં વાસ કરે, તેનું કોઈ પણ વખત જન્મ મરણ થાય નહિ અને બધાંની કામના પૂર્ણ થાય. ત્યારે ઓંકારેશ્વરે વરદાન આપ્યું કે તે પ્રમાણે થશે.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects