पुं.
[ અં. ]
હિંદનો છેલ્લો અંગ્રેજ વાઇસરોય. હિંદુસ્તાનની પ્રજાએ લોર્ડ રિપન પછી લાંબે ગાળે કોઈ પણ ગર્વનર જનરલ ઉપર સાચો પ્રેમ વરસાવ્યો હોય તો એનું માન આ માઉંટબેટન દંપતી મેળવી જાય છે. તેમણે બહુ જ ટૂંકા વખતનું ગવર્નરજનરલપણું અને ગણતરીના મહિનાનો ભારતવર્ષનો કારભાર ચલાવેલ. હિંદની સ્વતંત્રતાનો દિવસ ઊગ્યો અને એ રાજવંશી લોહીના માઇંટબેટને પોતાને હાથે યુનિયન ઝેક નીચે ઉતાર્યો. માઉંટબેટન દંપતી એટલે હિંદના પુરુષોત્તમ મહાત્માજીનાં ભક્ત, જવાહરલાલનાં મિત્ર અને સરદારનાં પ્રશંસક. એમણે પોતાના પંદર માસના ટૂંકા સમયના હિંદ સાથેનાં સંબંધમાં હિંદને સ્વતંત્ર બનાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. હિંદના દેશભક્તો સાથે તેનો ટૂંકો પણ મીઠો સંબંધ યાદગાર રહે એવો છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.