स्त्री.
એ નામની એક બાળરમત. આ રમતમાં બાળક અને વાલી એમ બે જણ રમે છે. વાલીએ પલાઠી વાળીને બેસવું. બાળક તેની પાછળ જઈને પીઠ પર ચડી જાય
વાલી – મારા માથા પર કોણ ચડ્યું ?
બાળક – હોલો રાણો.
વાલી – ઊતર, હોલા, હું ચડું.
બાળક – નહિ ઊતરૂં.
વાલી – નીરે નવરાવું.
બાળક – નહિ ઊતરૂં.
વાલી – ખીર ખવરાવું.
બાળક – નહિ ઊતરૂં.
પછી હસીને બાળકને ઉતારી લે છે. આ રીતે બાળકને પોતાના વડીલની પીઠ ઉપર બેસવાની મજા પડે છે. આ રમતમાં વાલી અને બાળક એકતા સાધે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં