पुं.
( જૈન ) પરિગ્રહ પરિમાણ. પરિગ્રહ આ પ્રમાણે નવ પ્રકારનો છે: ધન, ધાન્ય, ઢાંકી તથા ઉધાડી જમીન, ચાંદી, સોનું, અન્યધાતુ, દાસદાસી, ઢોરઢાંખર અને ઘરવખરી. વિદ્યાવિજયજી લખે છે કે, તે નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ. (૧) ધનનું પરિમાણ; મરજી પ્રમાણે રકમની છૂટ રાખી વિશેષ થાય તો ધર્મકાર્યમાં વાપરવું. (૨) ધાન્યનું પરિમાણ: અમુક મણ કે માપની છૂટની હદ બાંધવી. (૩) ખેતર: ખેતી કરનારે અમુક વીધા જમીન રાખવાનો નિશ્ર્વમ કરી લેવો. (૪) ચાંદીનું માપ: અમુક તોલા ચાંદી રાખવાનું પરિમાણ બાંધવું. (૫) સોનાનું પરિમાણ કરવું. (૬) પીતળ, તાંબા વગેરે ધાતુનું પરિમાણ કરવું, (૭) બે પગવાળાં એટલે દાસ, દાસી વગેરે નોકરની સંખ્યા નક્કી કરવી. (૮) ચાર પગવાળાં પશુનું પરિમાણ બાંધવું કે, હું આટલાં પશુ રાખીશ. (૯) વસ્તુ: મકાન વગેરેની સંખ્યા નક્કી કરી લેવી. આ નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરવાથી અર્થાત્ મિતપિરિગ્રહથી વૃત્તિઓ અંકુશમાં રહે છે, શાંતિ વધે છે. અને સંતોષવૃત્તિ. ઉત્પન્ન થાય છે. મનોવૃત્તિઓ શુદ્ધ રાખવાનો આં એક ઉપાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.