स्त्री.
એ નામે એક બહુવર્ષાયુ છોડ. ભારતમાં ધણે ભાગે હિમાલય, નીલગિરિ, દખ્ખણ વગેરે સ્થળે તે થાય છે. તેનાં પાન જંતુભક્ષક છે. તેનો થોડો રસ દૂધમાં નાખવાથી દહીં જામે છે ને વધારે નાખવાથી ફાટી જાય છે. ઢોર ખાય તો નશો ચડે છે. એમાં સોનાની ભસ્મ જલદી નેગુણકારી બને છે. તે કડવાં, દાહક, શ્વાસધ્ન, કફધ્ન, પાચન અને ગ્રાહી છે અને ક્ષયમાં ફાયદો પહોંચાડે છે. મોટી માત્રામાં ઝેરી નીવડે છે. બાહ્યોપચારમાં દંભક અસર કરે છે. મસા ઉપર ચોપડવાથી મસા ખરી પડે છે. એકલાં કે મીઠા સાથે બગડેલા લોહીવાળા ભાગ, સોજા, સંધિવા, ગાંઠ, ગૂમડાં, વ્રણ વગેરે ઉપર ચોપડાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.