पुं.
એ નામનો અજમેરનો એક સોની. તેણે જૈન માન્યતા મુજબનું લાકો રૂપિયા ખર્ચીને એક સુંદર મંદિર બંધાવેલ છે. પચાશેક લાખ રૂપિયાને ખર્ચે તૈયાર થયેલું તે મંદિર ખાસ જોવા લાયક છે. તેમાં જૈન માન્યતા મુજબનાં સ્વર્ગ, મૃત્યુ, પાતાળ ઈત્યાદિની રચનાના દેખાવો આકર્ષક છે. મંદિરને ઉપલે માળે એ બધી રચના હોઈ આજુબાજુનાં કાચનાં બારણાં વગેરેમાં જરાએ જરા દેખાય એવી ગોઠવણ રાખી છે. તેનાથી ઉપલે માળેથી પણ આ જોઈ શકાય છે. ચિત્રો વગેરે કાચમાં ગોઠવ્યાં છે. ઘણાં ચિત્રો સોનેરી છે. ચિત્રે ચિત્રે નવીનતા છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ