મૂળદાસ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

સૌરાષ્ટ્રના એ નામના એક સંતપુરુષ; મહાત્મા મૂળદાસ. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૭૩૧ના કારતક સુદિ ૧૧ને સોમવારે સૌરાષ્ટ્રના લીલીકુંજ સમા નાધેર પ્રદેશમાં જૂનાગઢ સંસ્થાનના ગામ ઉના પાસેના આમોદરા ગામે થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણજી અને માતાનું નામ ગંગાબાઈ હતું. જાતે સોરઠિયા લુહાર અને શાખે વાઘેલા હતા. સોળ વર્ષની ઉંમરે પહોચતાં તેમનાં લગ્ન થયાં હતાં. તેમની સ્ત્રીનું નામ વેલુબાઈ હતું. ગુરુ જીવણદાસજી પાસે તેમણે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તેઓ ગોંડલમાં રહ્યા. તેમનાં પત્ની તેની શોધ કરતાં કરતાં ગોંડલ આવ્યાં અને મૂળદાસજીના કહેવાથી એક મહાત્મા પુરુષ પાસે ગુરુદીક્ષા લીઘી. ગોંડલમાં કેટલોક સમય ગાળ્યા પછી ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે તેઓ સંવત ૧૭૬૮-૬૯ના અરસામાં અમરેલી આવ્યા અને જગ્યા બાંધી. મૂળદાસના ચમત્કારિક પરચા અનેક છે. તેણે કૂવે પડતી વિધવાની જિંદગી બચાવી હતી. છેવટે વિક્રમ સંવત ૧૮૩૫ના ચૈત્ર સુદ ૯ ને દિસે એકસો ને ચાર વરસની વયે અમરેલીમાં આવેલ પોતાની જગ્યામાં જીવતાં સમાધિ લીધી.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects