न.
એ નામનું જાતનું નળિયું; વિલાયતી નળિયું. હમણાં આ નળિયાં ઘણાં વપરાય છે. સુલભવાસ્તુશાસ્ત્રમાં તેનાં લાભાલાભ વિષે લખ્યું છે કે; તેને લીધે ઘર શોભાયમાન દેખાય છે અને વારે ઘડીએ છાપરું સંચારવું પડતું નથી. વળી ગામઠી નળિયાના છાપરાં કરતાં આ જાતનું છાપરું વજનમાં હલકું થાય છે, તેથી છાપરાનો કાટમાળ પણ કમી માપનો વાપરી શકાય છે. પરંતુ આ જાતના છાપરામાં જરા યે ઝોલો કે વાંક પડેલો ચાલે નહિ. ખરું જોતાં તો મેગલોરી નળિયાંના છાપરા માટે ગોળ વળા કરતાં ચોરસ વેરેલો કાટ જ છેવટે ફાયદાસર પડે છે. આ નળિયાંના છાપરાંનો આરંભમાં વધારે ખર્ચ લાગે છે; વળી નળિયાં હલકાં હોવાથી અને નળિયાંની નીચેની હવા, ગામઠી નળિયાંની અંદરથી જેમ પાર જઈ શકે છે તેમ ન જઈ શક્વાથી નળિયાં ઊડવાનો સંભવ વધારે છે. પણ નળિયાંની નીચે ઠેસ રાખવામાં આવે છે, ને ઠેસમાં શાર હોય છે, તેમાં તાર પરોવી નીચેની રીફને બાંધી શકાય છે. દરેક નળિયાને આવી ઠેસ હોય છે, એટલે નીચલી આખી રાંગના નળિયાં અને ઉપરની કોઈ કોઈ રાંગનાં નળિયાં આ પ્રમાણે બાંધવામાં આવે તો ઊડવાનો સંભવ ન રહે. મેંગલોરી નળિયાંના છાપરામાં ચોરસ પકવાસા દોઢથી બે ફૂટ અંતરે આવે તો પણ ચાલે; બે ફૂટ અંતરે નાખીએ તો ઉપરની રીફ ઓછામાં ઓછી ૧।।“ × ૨“ જોઈએ. દોઢ ફૂટ અંતર રાખી કોઈ કોઈ ૧“ × ૧“/૨ ની રીફ વાપરે છે, પણ આમ કરતાં છાપરા ઉપર માણસ ચાલે ને રીફવાળા ભાગ ઉપર પગ આવે, તો રીફ તૂટવાનો સંભવ છે. નીચે પાટિયાં નાખ્યાં હોય તો ૧“ × ૩“/૪ ની રીફ ચાલે. છેવટની રીફ એટલે નેવની રીફ વધારે જાડી રાખવી સીમેંટ મેળવેલા કોલથી બેસાડેલાં મોભારિયાં જલદી ઢીલાં થઈ શકતાં નથી. ચૂનો સુકાયા પછી સફેદ દેખાય છે. માટે નળિયાંની સાંધોને નલિયાં જેવો જ રંગ આપવાને રબચી કે લાલ રંગ તેલમાં મેળવી સાંધા ઉપર ચોપડે છે. તેલનો રંગ હોવાથી વરસાદથી ધોવાઈ જતો નથી. આની વધારે સારી રીત કોલમાં સુરખી મેળવવી અથવા રંગ મેળવવો તે છે. આ નળિયાં ઈંટ બનાવવાની પેઠે કેળવેલી માટીને બીબાંમાં નાખી પાડવામાં આવે છે. દેશી નળિયાં અને આ નળિયાંને સુકાયા પછી ઈંટની માફક ભઠ્ઠી પકવવામાં આવે છે. નળિયાં આખાં ઘેરા રાતા રંગનાં, નક્કર, કઠણ અને કદ તથા ઘાટમાં એકસરખાં હોવાં જોઈએ. વળી તે વાંક અને તડ વગરનાં અને વગાડવાથી ઘંટના જેવો અવાજ આપે તેવાં હોવાં જોઈએ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.