स्त्री.
[ અં. ]
એ નામની એક ખનિજ ધાતુ. હિંદના મધ્ય પ્રદેશમાં તેની મોટી ખાણો છે. મુંબઈ ઈલાકામાં પંચમહાલ જિલ્લામાં તે સારા પ્રમાણમાં નીકળે છે. યરપ, અમેરિક તે ચડાવવામાં આવે છે. તેનો ઉપયોગ શીશીઓનો લીલો રંગ કાઢી નાખવામાં તથા રંગીન ચીજો પોલિશ કરવામાં થાય છે. ખાણમાંથી નીકળેલ મેંગેનીઝ શુદ્ધ પોલાદ બનાવવામાં વપરાય છે. આ ધાતુ રંગે ધોળી છે. તે પોલાદ બનાવવામાં વપરાય છે. તેના તાર થઈ શકે છે. માટીકામને ઝલક આપવાના તથા રંગના કામમાં તે આવે છે. રસાયનશાસ્ત્રીઓને તે ઘણા કામની છે. મેંગેનીઝનું મુખ્ય ખનિજ પાઈરોલ્યુલાઈટ તરીકે ઓળખાય છે. તે કોલસા જેવું કાળું હોય છે. આથી સંસ્કૃત ભાષામાં તેને કૃષ્ણપાષાણ એટલે કાળા પથ્થર તરીકે ઓળખવામાં આવ્યું છે. તેનું બીજું નામ અયસ્કાંતિ પણ પ્રચલિત છે. લોહની સાથે તેનું સરખાપણું હોઈને આ નામ આપવામાં આવ્યું હશે અને તેમાંથી નીકળતી ધાતુ લોહના એક પ્રકાર તરીકે ગણી લેવામાં આવી હશે. ઈ.સ. ૧૭૪૦માં જે. એચ. પોટ્ટ નામના રાયાયનિકે પુરવાર કરી બતાવ્યું કે, તેમાં લોઢું નથી, એટલું જ નહિ તેમાંથી બનાવેલા ક્ષારો લોહના એવા ક્ષારો કરતાં જુદા પડે છે અને બંનેના ગુણધર્મમાં ખૂબ ફરક છે. ઈ.સ. ૧૭૭૪માં સ્વીડનના સુપ્રસિદ્ધ રાસાયનિક શીલેએ શોધથી નક્કી કર્યું કે, પાઈરોલ્યુસાઈટ એક ખાસ ધાતુનો ઓકસાઈડ છે ત્યારથી મેગેનીઝના આધુનિક રસાયનની શરૂઆત થઈ ગણાય પાઈરોલ્યુલાઈટ ગ્રીક શબ્દ છે: પાઈરે એટલે આગ અને લ્યુઓ એટલે ઓગળવું. એ ઉપરથી એ શબ્દ આવેલો છે. આ ખનિજનો ઉપયોગ કાચની બનાવટમાં પેદા થતો રંગ દૂર કરી તેને સફેદ બનાવવા માટે કરવામાં આવતો એવો નિર્દેશ પાઈરોલ્યુલાઈટ શબ્દ સૂચવે છે. મેંગેનીઝ પૃથ્વીનાં પડોમાં સર્વત્ર વિસ્તરાયેલું માલૂમ પડે છે, એટલું જ નહિ પણ સૂર્યના વાતાવરણમાં તેમ જ સમુદ્રના પાણીમાં પણ તેનું અસ્તિત્વ છે. તે ધાતુ સહેજ ભૂખરા રંગની ને અતિ સખત છે. તેની વિશિષ્ટ ઘનતા ૭.૪૨ છે અને ૧૨૩૦ સેન્ટીગ્રેઈડ ડિગ્રીની ઉષ્ણતાએ તે ઓગળી જાય છે. પાણીમાં નાખવાથી તે પાણીનો હાઈડ્રોજન વાયુ છૂટો પાડે છે, એટલી ક્રિયાશીલ છે. મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ લોઢું અને ગજવેલની બનાવટમાં ધાતુશોધન માટે થાય છે. દુનિયાની પેદાશનો ૯૫ ટકા જેટલો હિસ્સો રીતે વપરાય છે. આ ઉદ્યોગમાં મેંગેનીઝ ચાવીરૂપ ધાતુ થઈ પડી છે અને ખૂબી તો છે કે, લોહ અથવા ગજવેલ સાથે તે સંયોજાઈ જતી નથી. માત્ર એ ક્રિયામાં સાફસૂફીનું કામ આપે છે. જેમ સાબુ કપડાંનો મેલ કાપે છે; પરંતુ તે કામ થઈ ગયા પછી સાબુ કપડાંમાં રહેતો નથી, તેમ મેંગેનીઝ ગજવેલની બનાવટમાં કામ આપે છે. બાકીના પાંચ ટકામાંથી મોટો ભાગ ડ્રાયસેલ-બેટરીઓની બનાવટમાં અને જૂજ પ્રમાણમાં જારણ કરતા મિશ્રણના અંશ તરીકે અમુક પ્રકારના રંગીન પદાર્થોની બનાવટમાં અને તેમના ખનિજોમાંથી રૂપા અને સીસાના શોધનમાં ફલકસ તરીકે તે વપરાય છે. તેના ક્ષારો ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે. દવા કે ઔષધોની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.