न.
[ અં. ]
એક જાતનું ઝાડ. તે ઉપરથી અણીવાળું અને જમીન તરફથી પહોળા આકારનું હોય છે. તે ૨૦ થી ૩૦ ફૂટ ઊચું થાય છે. તેનાં પાંદડાં ચામડાં જેવાં સખત અને ૬ થી ૧૦ ઈંચ લાંબાં અને ૨ ૧/૨ થી ૪ ૧/૨ ઈંચ પહોળાં હોય છે. તેમાં ઘણી બારીક સરખા પ્રમાણમાં નસો હોય છે. તેનું ફળ લીસી છાલનું, કાળા જાંબવા રંગનું, ગોળ અને રીંગણા જેવું જ હોય છે. તેની અંદરનો ગર્ભ સફેદ રસદાર હોય છે તે ખવાય છે. બી ગોઠલી જેવું ચપટું અને મોટું હોય છે. આ ઝાડ ગરમ દેશમાં બહુ થાય છે. મલાયાના ટાપુમાં, દક્ષિણ તેનાસરિમમાં અને સીલોન તથા બહુ જ ગરમ દક્ષિણ હિંદુસ્તાન તે થાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.